• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Gangs Stealing Submersible Pumps Harass Tarapur, Killing Traders Who Hit Consignments At More Than Three Places In The Last Two Months

ગેંગનો ત્રાસ:તારાપુરમાં સબમર્શીબલ પંપની ચોરી કરતી ગેંગનો ત્રાસ, છેલ્લા બે જ મહિનામાં ત્રણથી વધુ સ્થળે ખેપ મારતાં વેપારીઓને હાલાકી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તારાપુર પોલીસે વિવિધ ગુના નોંધી તપાસ હાથ ધરી

તારાપુર પંથકમાં છેલ્લા કેટલાક મહિનાથી વિવિધ મશીનરીની ચોરી કરતી ગેંગનો ત્રાસ વધી ગયો છે. આ ગેંગ કોઇ પણ ખુલ્લી જગ્યામાં પડેલા મર્શીબલ પંપથી લઇ ફેક્ટરીના કમ્પાઉન્ડનો સરસામાન ચોરી કરી રહ્યાં છે. આ અંગે તારાપુર પોલીસે વિવિધ ગુના નોંધી તપાસ હાથ ધરી છે.

તારાપુરની ભક્તિનગર સોસાયટીમાં રહેતાં ઘનશ્યામ ચુનીલાલ ઠક્કરની સોજિત્રા રોડ પર ફેક્ટરી આવેલી છે. આ ફેક્ટરી સામે નવો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જ્યાં કેટલીક મશીનરી ખુલ્લામાં પડી હતી. જેના પર તસ્કરોની નજર પડતાં 17મી સપ્ટેમ્બર,21ના રોજ બોર પર ફિટ કરેલી પાણીની સબ મર્સીબલ ઇલેક્ટ્રીક મોટર પંપ કિંમત રૂ.15 હજારની ચોરી થઇ હતી. આ ઉપરાંત સગરામભાઈ મેરકભાઈ ભરવાડની તારાપુરના મોરજ રોડ પર મહાદેવ હોટલ આવેલી છે. આ હોટલમાં પાણીની વ્યવસ્થા માટે બોર બનાવી ઇલેક્ટ્રીક મોટર ફીટ કરી હતી. જે 15મી ઓક્ટોબરના રોજ રાત્રે અજાણ્યા શખસો ચોરી કરી નાસી ગયાં હતાં.

પેટલાદ તાલુકાના રામોદડી ગામે પણ ખેપ મારી હતી. ધર્મજ - તારાપુર હાઇ વે પર નાર ગામમાં જવાના રસ્તે આવેલા પેટ્રોલ પંપ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જ્યાં 24મી સપ્ટેમ્બર દરમિયાન રાત્રિના અજાણ્યા શખસો સબમર્શીબલ પાણીની મોટર કિંમત રૂ.15 હજારની ચોરી કરી નાસી ગયાં હતાં. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે ભગરીથ ટાંકની ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે ખંભાતના સાયમા ગામે પણ રેલવે ફાટકની બાજુમાં આવેલા ખેતરના ગોડાઉન પાસેના પાણીના બોરવેલમાંથી સબમર્શીબલ મોટરની ચોરી કરી હતી. આ અંગે ખેતર માલીક કૃણાલ પટેલે પોલીસ મથકે ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...