કાર્યવાહી:લોક ન હોય તેવા વાહન ચોરી કરતી ગેંગ ઝડપાઈ

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ શહેર પોલીસે છ બાઈક અને બે મોપેડ કબજે લઈ 5ની પૂછપરછ હાથ ધરી

આણંદ શહેરના વિદ્યાનગર-બાકરોલ રોડ પરથી પોલીસે બાતમીના આધારે પાંચ બાઈક ચોર શખસોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની સઘન પૂછપરછ કરતાં તેમની પાસેથી ચોરીના છ બાઈક અને બે મોપેડ કબજે લીધા હતા. પાંચેય શખસ દ્વારા અલગ-અલગ વિસ્તારમાંથી છ બાઈક અને બે મોપેડની ચોરી કરી હતી. સામાન્ય રીતે ઓછી અવર-જવરવાળા વિસ્તારમાં પાર્ક કરેલાં વાહનો કે જેના સ્ટેયરીંગ લોક ન હોય તેવા વાહનોની પાંચેય શખસો દ્વારા ચોરી કરવામાં આવતી હતી.

પોલીસ દ્વારા ધરપકડ કરાયેલાં પાંચેયના નામ-ઠામ પૂછતાં સચીન ઉર્ફે સતલો પોપસિંહ પરમાર, અજય વિઠ્ઠલ પરમાર (બંને રહે. સંજાયા પેટલાદ), રૈયાન ઈરફાન વ્હોરા, રીઝવાન અૈયુબ વ્હોરા અને તનવીર ઉર્ફે તનો સફીમહંમદ વ્હોરા (ત્રણેય રહે. ચાંગા, પેટલાદ) હોવાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા પ્રાથમિક પૂછપરછમાં વિદ્યાનગરમાં કરેલી ચોરીની કબુલાત કરી છે. હાલમાં તેઓ અન્ય કોઈ ચોરીના ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તેની પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...