10 વર્ષે ચૂકાદો:ગંભીરા ગામે મારામારી કરનારા છને 3 વર્ષની કેદ

આણંદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જુની અદાવતની દાઝમાં ઘટના બની હતી

આંકલાવ તાલુકાના ગંભીરામાં સાઈકલ પાછળ સ્કૂટર અથડાવી અકસ્માત સર્જી મારામારી કરનારા છ શખસોને બોરસદ તાલુકા કોર્ટે ત્રણ વર્ષની સાદી કેદ અને રૂપિયા 3500નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ફટકારી છે.

આંકલાવના ગંભીરામાં મફતભાઈ પઢીયાર વર્ષ 2012માં 24મી જુલાઈના રોજ તેઓ પુત્ર સાથે સાઈકલ લઈને ઘર તરફ આવી રહ્યા હતા. એ સમયે નરેશ ડાહ્યા પઢીયાર, સુરેશ ડાહ્યા, ઉમેશ બાલુ, લક્ષ્મણ બાલુ, ડાહ્યા મેલા અને રંગીત લક્ષ્મણ પઢીયારે જૂના ઝઘડાની રીસ રાખીને તેમની સાઈકલ પાછળ તેમનું સ્કૂટર અથડાવ્યું હતું અને ઝઘડો કર્યો હતો.

ઉશ્કેરાયેલાં શખસોએ મફતભાઈને માર માર્યો હતો. જેમાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવ સંદર્ભે એ સમયે મફતભાઈની પત્ની કાંતાએ ફરિયાદ નોંધાવી હતી. આ કેસની ચાર્જશીટ કોર્ટમાં રજૂ થયા બાદ બોરસદ કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. જ્યાં સરકારી વકીલે રજૂ કરેલા પુરાવા અને સાક્ષીઓને ગ્રાહ્ય રાખીને કોર્ટે તમામ આરોપીઓને ત્રણ વર્ષની સાદી કેદ અને રૂપિયા 3500નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...