તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તારાપુર પાસે અકસ્માત:ડ્રાઈવર રાઘવભાઈને બાજુમાં બેસાડી ભાવિ વરરાજા મુસ્તુફાએ કાર હંકારી હતી

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વહેલી સવારે થયેલાં અકસ્માતમાં નવ લોકોએ જીવ ગુમાવ્યો - Divya Bhaskar
વહેલી સવારે થયેલાં અકસ્માતમાં નવ લોકોએ જીવ ગુમાવ્યો
  • અકસ્માતમાં નવના મોતનું નિમિત મુસ્તુફા બન્યો હોવાની ચર્ચા
  • બનાવ સમયે ચાલકની ડેડબોડી ડ્રાઈવરની બાજુની સીટમાંથી મળી અને ડ્રાઈવીંગ સીટ પરથી મુસ્તુફાનો મૃતદેહ મળી આવ્યો હતો

ભાવનગરના આદમજી નગર વિસ્તારમાં 27 વર્ષિય મુસ્તુફાભાઇ રહીમભાઈ રૈયા રહે છે. તેના મામા રહીમ સૈયદ મુસ્તુફા માટે છોકરી જોવા જવા મહારાષ્ટ્રના માલેગાંવ જવાસીદસરના રાઘવભાઈ મેરાભાઈ ગોહેલની ઈકો કાર ભાડે કરી હતી. ગત શનિવારે તેઓ માલેગાંવ નીકળ્યા બાદ મંગળવારે સાંજે ચાર વાગ્યે ભાવનગર પરત આવવા માટે નીકળ્યા હતા.

દરમિયાન, બુધવારે સવારે સાડા છ વાગ્યે તારાપુર ઈન્દ્રબ્રજ સ્થિત હાઈવે પર તેમની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, તેમાં ઈકો કારનો કચ્ચરધાણ વળી ગયો હતો. ઈકો કારમાં સવાર ચાલક સહિત નવ વ્યક્તિના મોત નીપજ્યાં હતો.

જોકે, સૌથી રસપ્રદ બાબત એ છે કે, જ્યારે અકસ્માતગ્રસ્ત કારમાંથી મૃતદેહને બહાર કાઢવાની પ્રક્રિયા કરવામાં આવતી હતી ત્યારે એ સમયે ડ્રાઈવિંગ સીટ પરથી મુસ્તુફા ડેરૈયાનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે ડ્રાઈવીંગ સીટની બાજુમાંથી રાધવભાઈ ગોહેલ મળી આવ્યા હતા. આ ઉપરાંત, બીજી તરફ 40 વર્ષીય સિરાઝભાઈ અજમેરીના પણ અકસ્માત બાદ કેટલાંક વિડિયી વાઈરલ થયા છે, જે વિડિયો 30 30 સેકન્ડના છે અને તેમાં તેઓ ડ્રાઈવીંગ કરી રહ્યા છે. આમ, અકસ્માતને પગલે કાયદેસરના ડ્રાઈવર કાર હંકારવાના બદલે મુસાફરો કાર હંકારતા હોવાનું સામે આવતા જ સમગ્ર આણંદ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.

સિરાજે પણ કાર ચલાવતા વિડિયો વાઇરલ કરેલ
દુર્ઘટના સમયે મુળ ચાલક રાઘવજી ગોહેલ નહીં પરંતુ માલેગાવ છોકરી જોવા ગયેલા મુસ્તુફા કાર ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ કારમાંજ તેની સાથે ગયેલા તેના પરિચિત સિરાજ અજમેરીએ પણ કાર ચલાવી હતી. તેના કાર ચલાવતી વખતે ઉતારેલા વિડિયો ફરતા થયા હતા.

એમપીના ટ્રક ચાલક રાજેશની ધરપકડ
અકસ્માત બાદ 20 વર્ષીય ટ્રક ચાલક રાજા બગલ (રહે, નાર, મધ્યપ્રદેશ)ની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં અકસ્માત કેવી રીતે બન્યો તે અંગેની પૂછપરછ રારૂ કરાઈ છે. ટ્રક ચાલકના કોરોના રિપોર્ટ બાદ તેને કોર્ટમાં રજુ કરાશે. > આર.એન.વિરાણી, સર્કલ પી.આઈ. તારાપુર

વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ મૃતકોને રૂપિયા 2-2 લાખ જાહેર કર્યા : રાષ્ટ્રપતિની અંજલી
ભાવનગરના વરતેજ આદમજીનગરના મુસ્લિમ પરિવારને તારાપુર-વટામણ હાઈવે ઉપર અકસ્માત નડતા નવ વ્યક્તિના મોત થયા હતા. આ કમકમાટીભર્યા અકસ્માતના સમાચાર મળતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, સાંસદ શક્તિસિંહ ગોહિલ, ભાવનગરના ધારાસભ્ય વિભાવરીબહેન દવે, જીતભાઇ વાઘાણી સહિતના હસ્તીઓએ આ અકસ્માત અંગે શોકની લાગણી પ્રગટ કરી મૃતકો પરત્વે દીલસોજી પાઠવી હતી. વડાપ્રધાને મૃતકોને રૂ.2 લાખ અને મુખ્યમંત્રી રૂપાણીએ પણ મૃતકોને રૂ.2-2 લાખની સહાયની જાહેરાત કરી હતી. પ્રભુ મૃતકોના આત્માને સદ્ગતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એવી પ્રાર્થના પણ કરી હતી.

જીતુભાઇની સંવેદના, શબવાહિનીની વ્યવસ્થા કરાવી
આ દુર્ઘટનામાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના ભાવનગર પશ્ચિમ વિધાનસભાના વરતેજ વિસ્તારમાં એક જ પરિવારના 9 સભ્યોએ જીવ ગુમાવ્યા બાદ મૃતકોના શબ આઇસર ટેમ્પામા લાવવાના હતા, . જીતુભાઈ વાઘાણીને જાણ થતા આણંદ જિલ્લાના ભાજપના પ્રમુખ તેમજ ત્યાંના કલેકટરનો સંપર્ક કરી તાત્કાલિક 5 શબવાહીની વ્યવસ્થા કરાવીને અકસ્માતમાં ભોગ બનેલા લોકોને ત્વરિત મદદ કરીને મૃતકોના શબ ભાવનગરમાં તેમના પરિવારના ઘરે પહોંચતા કરી ભાવનાત્મક રીતે પરિવાર સાથે ઉભા રહ્યા હતા.

પોસ્ટમોર્ટમ ખુલ્લામાં કરાતા ઠપકો અપાયો
એક સાથે નવ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાનું હોવાથી મૃતદેહોને તારાપુર રેફરલ હોસ્પિટલ દ્વારા પીએમ રૂમની અંદર અને બહાર ખુલ્લામાં પોસ્ટમોર્ટમ કરાયું હતું. આ અંગે પ્રાંત અધિકારીને જાણ થતા તેમણે તબીબને ઠપકો આપ્યો હતો. તબીબ યાદવે વહેલી તકે મૃતદેહો આપવા આમ કરાયાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...