રોડ પર બેઠેલ ​​​​​​​ગાયો ભોગ બની:કરમસદ પાસે ટ્રકચાલકે એક કિમીના વિસ્તારમાં ત્રણ ગાયોને કચડતાં રોષ

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ટ્રક મૂકીને ફરાર ચાલક સામે ગુનો દાખલ કરવા ગૌરક્ષકોની માગ

આણંદ જિલ્લામાં 147 ગાયોમાં લમ્પી વાઇરસે દેખા દીધી હોવાથી વહીવટીંતંત્રની ઉંઘ હરામ થઇ ગઇ છે. સાવચેતીના ભાગરૂપે લમ્પી વાયરસ ફેલાતો અટકાવવા માટે ગાયો રખડતી હાલતમાં છોડવાના બદલે સલામત સ્થળે બાંધી રાખવાનો આદેશ કર્યો હોવા છતાં પશુપાલકો માર્ગો પર છોડી દેતાં ગુરૂવાર વહેલી પરોઢીએ કરસમદ તિરૂપતિ પેટ્રોંલ પંપ પાસે એક કિમીના વિસ્તારમાં બેઠેલી ત્રણ ગાયોને ટ્રકે અડફેટમાં લઇને મોત નિપજતાં પશુપાલન પ્રેમીઓ ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બનાવના પગલે ગૌરક્ષકો દોડી આવ્યાં હતા. ગાયોને અડફેટમાં લઇને મોત નિપજાવનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આણંદ-કરમસદ- સોજીત્રાના ફોરલેન રોડ પર રાત્રિના સમયે રખડતી ગાયો અડીગો જમાવીને બેસી જાય છે. જેના કારણે રાત્રે કયારેક નાના વાહનચાલકોને અકસ્માત થવાના બનાવો બંનતા હોય છે. ગુરૂવારે વહેલી સવારે તિરૂપતિ પેટ્રોંલ પંપ પાસે 1 કિલોમીટરના વિસ્તારમાં 100 ફટના અંતરે ગાયો બેઠી હતી.

ત્યારે સોજીત્રા તરફથી પૂરઝડપે આવતાં ટ્રકના ચાલકે પોતાની ટ્રક ગફલતભરી રીતે હંકારીને ત્રણેક ગાયોને વારાફરતી અડફેટમાં લઇને મોત નિપજાવ્યાં હતા. ટ્રક મુકીને ભાગી ગયો હતો. આ બનાવની જણ થતાં ગૌરક્ષક સંધના સભ્યો અને સ્થાનિકો દોડી આવ્યાં હતા. ગાયોને હટાવીને માર્ગ પર વાહનવ્યવહાર શરૂ કર્યો હતો.

ગૌ રક્ષક દળ આણંદના અધ્યક્ષ પ્રકાશ રાજપૂતે જણાવ્યું હતું કે ગુરુવારે વહેલી સવારે ટ્રકે ગાયોને અડફેટમાં લીધી હોવાની જાણ થઇ હતી. અમે સ્થળ પર દોડી આવીને તપાસ કરતાં 50 થી 100 ફૂટ અંતરે બેઠેલી ગાયોને ટ્રક ચાલકે જાણી જોઇને કચડી નાંખી હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કડક કાર્યવાહી કરવાની માંગ ગૌરક્ષકોએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...