ચોરીની ફરિયાદ:ઘર બહાર સુતી મહિલાના દાગીના ચોરી શખસ ફરાર, આણંદ પાસેના વઘાસી ગામે બનેલી ઘટના

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 1.12 લાખની ચોરીની ફરિયાદ નોંધી

આણંદ પાસેના વઘાસી ગામે ઘર બહાર સૂઈ રહેલી મહિલાના કાનમાં પહેરેલા સોનાના વેગડા કોઈ શખસ કાઢી અંધારમાં પલાયન થઈ જતાં આણંદ ગ્રામ્ય પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વઘાસી બાધરપુરા દૂધ મંડળી પાસે નાથાભાઈ હરદાસ ગોજીયા રહે છે અને પશુપાલનનો વ્યવસાય કરે છે.

બુધવારે રાત્રિના સમયે તેઓ, તેમની પત્ની પમ્મી તેમજ તેમના માતા જીજીબેન હરદાસ ગોજીયા બહાર સુઈ રહ્યા હતા. દરમિયાન રાત્રિના અઢી વાગ્યે કોઈ અજાણ્યો શખસ આવ્યો હતો અને તેમની માતાના કાનમાં પહેરેલા સોનાના વેગડા કાઢી લીધા હતા. જોકે, એ સમયે તેઓ જાગી જતાં જ શખસ અંધારાનો લાભ લઈ ક્યાંય પલાયન થઈ ગયો હતો.

બીજી તરફ બનાવને લઈ બુમરાણ મચી જતાં લોકોના ટોળાં ભેગાં થઈ ગયા હતા. આ મામલે નાથભાઈ ગોજીયાની ફરિયાદના આધારે આણંદ ગ્રામ્ય પોલીસે રૂપિયા 1.12 લાખની કિંમતના દાગીનાની ચોરી અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...