કાર્યવાહી:બાકરોલ ગામમાંથી રૂા. 48 હજારનો વિદેશી દારૂ ઝડપાયો

આણંદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આંગણવાડીના ધાબા પર સંતાડ્યો હતો
  • વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

બાકરોલ ગામે પુરુષોત્તમ નગર ખાતેથી વિદ્યાનગર પોલીસે રૂા. 48,500ની કિંમતના વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડી ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. વિદ્યાનગર પોલીસે દારૂ-જુગારની ડ્રાઈવ અંતર્ગત પેટ્રોલિંગમાં હતા.

ત્યારે બાતમી મળી હતી કે, બાકરોલ ગામે પુરુષોત્તમ નગરમાં રહેતો ફિરોજમીયા નસીરૂદ્દીન શેખ તેના ભાઈની દુકાનની નજીક આવેલ આંગણવાડીના મકાનના ધાબા ઉપર વિદેશી દારૂ છુપાવી તેનુ વેચાણ કરે છે. હાલમાં તેણે દારૂનો જથ્થો છુપાવેલ છે. વિદ્યાનગર પોલીસે પુરૂસોત્તમ નગર વિસ્તારમાં બાતમી મુજબના સ્થળે છાપો મારી ફિરોજમીયા નસીરુદ્દીન શેખને રૂ 48,500ની કિંમતના વિદેશી દારૂ સાથે ઝડપી પાડી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...