કામગીરી પર અસર:આજથી ચરોતરની 880 પંચાયતોની કામગીરી ‘હેંગ’ થઇ જશે

આણંદ,નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હડતાળ પર ઉતરેલા તલાટી હજી હાજર થયા નથી ત્યાં 810 જેટલા કમ્પ્યૂટર ઓપરેટરોઅે પડતર માંગણી મુદ્દે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું
  • 7/12ની નકલ અને આવક સહિતના દાખલાની કામગીરી અટવાતા રોજ 15 હજારથી વધુ અરજદારોને ધક્કા થશે

આણંદ-ખેડાના 880 ગ્રામ પંચાયતોના 810 જેટલા કોમ્પ્યુટર ઓપરેટર પડતર માંગણીઓનો સુખદ અંત ન આવતા વધુ એક વખત અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી રહ્યા છે. VCE એસોસીએશનના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી તા. 8 મી સપ્ટેમ્બર થી અચોક્કસ મુદતની હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે.

આ હડતાળ થી ગ્રામ પંચાયતને લગતી મોટાભાગની સરકારી ઓનલાઇન યોજનાઓ, ખેડૂત ખાતેદાર સહિતની ગ્રામ્ય કક્ષાએ થતી કામગીરી અટવાઈ જસે. મહત્વની વાત છેકે છેલ્લા એક મહિનાથી હડતાળ પર ઉતરેલા તલાટીઓ હજુ પંચાયતમાં હાજર નથી થયા, ત્યા હવે VCEની હડતાળ થી ગ્રામ પંચાયતો સંપૂર્ણ પણે શટડાઉન થઈજસે.

તાજેતરમાં VCE હડતાળ પર ઉતરી જતાં ગામડાઓના લોકોને જરૂરી દાખલ અને નકલો ન મળતાં અગત્યાના કામો રખડી પડયાં હતાં. ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર મંડળના સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકાર તરફથી પડતર પ્રશ્નો અંગે નિર્ણય લેવા જણાવ્યું હતું. જેમાં વીસીઇને કમિશનના બદલે ફીકસ પગાર, સરકારી લાભો, આરોગ્ય વીમા કવચ, કોરોનામાં મૃતક વીસીઇને આર્થિક સહાય, સ્પીડ ધરાવતી ઇન્ટરનેટ કનેક્ટીવીટી આપવા તેમજ વીસીઇની કામગીરી બાબતે જોબ ચાર્ટ નક્કી કરી આપવાની સહિતની માંગણીઓ સંદર્ભે 2016થી મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

છતાં કોઈ નિરાકરણ ન આવતા આગામી 8 સપ્ટે.2022 થી પુનઃ આંદોલનની ગુજરાત રાજય ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર)મંડળ દ્વારા ચીમકી ઉચ્ચારી છે. ગ્રામ પંચાયતના VCE ની હડતાળના પગલે ઇ-ગ્રામ કેન્દ્ર બંધ થશે. જેવી કે 7/12, 8 અ, જન્મ મરણના દાખલા પી.એમ.કિસાન નિધી યોજના આયુષ્માન ભારત યોજના, પ્રધાનમંત્રી શ્રમ યોગી, ધન યોજના સહિતની કામગીરી ઠપ્પ થઇ જતા રાજ્ય સરકારની અગત્યની યોજનાઓ અટવાઈ જશે.

છેલ્લા 16 વર્ષથી સરકારની સાથે હવે તો સરકારી કર્મચારી જાહેર કરવા માગ
અમે 16 વર્ષથી વગર પગારે કામ કરી રહ્યા છીએ. બદલામાં અમને 1 ટકા થી 5 ટકા સુધીનું સામાન્ય વળતર આપવામાં આવે છે. અમારી માંગણી છેકે દરેક VCEને સરકારી કર્મચારી ગણી રૂ.19,500 સરકારી પગાર આપવામાં આવે. સરકારી લાભો તેમજ સમાન કામ સમાન વેતન આપવામાં આવે. > શૈલેષ ભટ્ટ, પ્રમુખ, VCE એસોસિએશન

હડતાળને કારણે આ કામગીરી પર અસર
જન્મ-મરણના દાખલા, આધાર કાર્ડ, ડિજિટલ ગુજરાત અંતર્ગત આવકના દાખલા, પીએમ કિશાન યોજના, વિધવા સહાય, આયુષ્યમાન કાર્ડ, 7/12, 8-અ, ગ્રામ સુવિધા, ઘરવેરો સહિતની કામગીરી અટકી જવા સાથે ખેતી વિષયક યોજનાઓને ફટકો પડશે.

અન્ય સમાચારો પણ છે...