નેશનલ અસેસમેન્ટ ઍન્ડ એક્રેડેશન કાઉન્સિલ(નેક)દર 5 વર્ષે વિઝિટ કરે છે અને યુનિવર્સિટીઓનું મૂલ્યાંકન કરે છે. મંગળવારથી 3 દિવસ દરમિયાન નેક કમિટી વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં વિઝિટ કરવાની હોય તેથી યુનિવર્સિટી દ્વારા બ્યુટીફીકેશન સહિત દરેક વિભાગમાં વિઝિટ કરવામાં આવી હતી.
શુક્રવારે વિદ્યાર્થીઓ દ્વારા સફાઇ ડ્રાઈવ પણ કરવામાં આવી હતી. યુનિવર્સિટીના એનએસએસના 250 જેટલા વિદ્યાર્થીઓ સફાઇ ડ્રાઈવમાં જોડાયા હતા. તેમાં યુનિવર્સિટી કેમ્પસ સહિત 27 ડીપાર્ટમેન્ટમાં સફાઇ કરવામાં આવી હતી. યુનિવર્સિટી દ્વારા અલગ અલગ ટીમો બનાવી દરેક વિભાગમાં વિઝિટ કરાઇ હતી.
મંગળવાર 3જી જાન્યુઆરીથી 5મી જાન્યુઆરી સુધી નેક કમિટી સરદાર પટેલ યુનિવર્સિટીની મુલાકાત લેશે. જેમાં યુનિવર્સિટીના 27 અનુસ્નાતક વિભાગોની મુલાકાત લઈ મૂલ્યાંકન કરશે. સત્તાધીશોના જણાવ્યાનુસાર કોઈ ક્ષતિ રહેવા પામી નથી પરંતુ સફાઇ અને રિનોવેશન માટે સલાહ સૂચન કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે બ્યુટીફીકેશનને લઈને યુનિવર્સિટી ભવનમાં કલરકામ સહિત ફૂલછોડ દ્વારા શુશોભન પણ કરવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.