તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાસ્ટટેગ:આજથી ફાસ્ટટેગ નહીં હોય તો ડબલ ટોલ ચૂકવવો પડશે

આણંદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગામડાને મુક્તિ આપવી કે નહીં તે નક્કી જ નથી
 • આસપાસના ગામડા આંદોલન કરવાના મુડમાં

સમગ્ર ભારતમાં અગાઉ ફાસ્ટટેગ ફરજીયાતનો મુલત્વી રાખવામાં આવેલો નિર્ણય હવે 16મી ફેબ્રુઆરીથી ફરજીયાત બનશે. ત્યારે આ નિર્ણયની સૌથી વધુ અસર આણંદ જિલ્લાના વાસદ, મોગર, અડાસ સહિત ખેડા જિલ્લાના રઘવાણજ ટોલ પ્લાઝા સહિતના ગામો પર પડશે. જેને પગલે પ્લાઝા આસપાસના ગામો દ્વારા આંદોલન કરાય તેવી શક્યતાઓ હાલ જોવાઈ રહી છે. હાલમાં ગ્રામજનો દ્વારા તેમને મુક્તિ આપવામાં આવે તેવી રાહ જોવાઈ રહી છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે, હાલમાં કેશ લાઈનમાં તમે ફોર વ્હીલ લઈને જાવ તો કેશલાઈનમાં તમારે અત્યાર સુધી રૂપિયા 60નો ટોલ આપવો પડતો હતોે. પ

રંતુ તમે જો ફાસ્ટટેગનો ઉપયોગ કરતા હોય અને આણંદના વતની હોય તો તમારે રૂપિયા 125 ટોલ ભરવો પડશે. આમ, ફાસ્ટટેગ લાગુ થતાં જ વધારાના રૂપિયા 65 ભરવા પડશે. અત્યાર સુધીમાં વાસદ અને રઘવાણજના ગ્રામજનોને ટોલમાંથી મુક્તિ અપાઈ હતી. જોકે, ફાસ્ટ ટેગ લાગુ કરાયા પછી ગામો અંગે શું નિર્ણય લેવાય છે તે યક્ષપ્રશ્ન છે. શું ટોલ પ્લાઝા આસપાસના ગામોને મુક્તિ આપવામાં આવશે કે કેમ એ બાબતને લઈને હાલમાં અનેક સવાલો ઉદભવી રહ્યા છે ત્યારે આગામી દિવસમાં ગ્રામજનો દ્વારા આંદોલન કરવામાં આવે તેવી પણ સંભાવના જોવાઈ રહી છે.

અગવડતા ન પડે તે હેતુસર ફાસ્ટટેગ લગાવનારા 10થી વધુને સ્ટેન્ડ બાય
ટોલ ટેક્સ હવે ફાસ્ટટેગ થકી જ વસુલવાનો નિર્ણય ફરજીયાત થઈ ગયો છે ત્યારે વાહનચાલકોને અગવડતા ન પડે તે હેતુસર દસથી વધુ અલગ-અલગ કંપનીના લોકોને ફાસ્ટ ટેગ લગાડવા બેસાડવામાં આવશે. અત્યાર સુધી પ્રતિદિન 70થી 80 લોકો જ ફાસ્ટટે ગ લગાડતા હતા. હવે વધે તેવી પણ શક્યતા છે. જેને પગલે પૂરતો સ્ટાફ પણ તૈનાત રખાયો છે. આ સિવાય ટોલ ટેક્સ મુદ્દે કોઈ માથાકુટ ન થાય તે હેતુસર પોલીસ પણ હાજર રહેશે. - રીતેષ દેશમુખ, મેનેજર, વાસદ ટોલ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો