તસ્કરી:ઉમરા કરવા ગયેલા પરિવારના ઘરમાંથી રૂા. 97 હજારની ચોરી

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખંભાત લાલ દરવાજામાં વેપારીના બંધ ઘરના તાળા તૂટ્યા

આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં કોઈ ચોર શખ્સો ઉમરા કરવા માટે સાઉદી ગયેલા એક પરીવારના બંધ મકાનમાં દરવાજાના નકુચા તોડીને તસ્કરો બેડરૂમમાં લાકડાનાં કબાટમાં મુકેલા દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ 97 હજારની મત્તા ચોરી કરી લઈ ગયાની ફરીયાદ ખંભાત શહેર પોલીસ મથકમાં નોંધાઈ છે.

મળતી માહિતી અનુસાર, ખંભાત શહેરમાં વ્હોરવાડ મોટા ડેલાની બાજુમાં 39 વર્ષીય મહંમદઅસ્પાક મહંમદતાહીર મેમણ પોતાના પત્ની નફીસાબાનુ, અને દિકરે ફૈઝાન, દિકરી મહીદાબાનુ સહિતના પરિવાર સાથે રહે છે. અને ખંભાત લાલ દરવાજા વિસ્તારમાં પેગામ મોબાઈલની દુકાન ચલાવી જીવન ગુજરાન ચલાવે છે.

ગત તારીખ 26-10-2020ના રોજ સવારના આઠ વાગે મહંમદઅસ્પાક મેમણ પોતાની પત્ની અને બે સંતાનોને લઈને ઉમરા કરવા માટે સાઉદી ગયા હતા. અને તારીખ 11-11-2022 સવારના દશ વાગ્યાના અરસામાં પરીવાર સાથે પરત વતન ખંભાત આવ્યા હતા.

દરમ્યાન તેઓનાં બંધ ઘરના મોખ્ય દરવાજાના નકુચા તોડીને કોઈ ચોર શખ્સોએ અંદર પ્રવેશ કરીને ઘરના લાકડાના કબાટમાં લોખંડના નાના લોકરમાં મુકેલા સોના ચાંદીના દાગીના, રોકડ રકમ સહિત કુલ રૂ 97 હજારની મત્તા ચોરી કરી લઈ ગયા હતા. આ અંગે ઘર માલિકે ખંભાત શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...