• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • From Delhi, Prime Minister E launched Over 600 Pradhan Mantri Kisan Samriddhi Kendras, Telecast Live At Anandani Krishi Univ.

કિસાન સમૃદ્ધિ કેન્દ્રનો પ્રારંભ:દિલ્હીથી વડાપ્રધાને 600થી વધુ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રોનું ઇ-લોકાર્પણ કર્યું, આણંદની કૃષિ યુનિ.માં જીવંત પ્રસારણ કરાયું

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિલ્હી ખાતેથી 600થી વધુ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રોના ઇ-લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાનના સંબોધનના જીવંત પ્રસારણના કાર્યક્રમનું આયોજન આણંદ કૃષિ યુનિર્વિસટીના કુલપતિ ડો. કે. બી. કથીરીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરાય તે માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરાયા
આ પ્રસંગે આણંદના સાંસદ મિતેષ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી પ્રાસંગિક ઉદ્દબોધન કરતા સૌને મહિલાઓનું ખેતીમાં પ્રદાન અને ખેતીમા મહિલાઓનું મહત્વ સમજાવી નવી ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા માટે સ્ટાર્ટ-અપ યોજના કેટલી હિતકારક છે તે સમજાવ્યું હતું. તેમજ સરકાર તરફથી ચાલતી અન્ય વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી આણંદ કૃષિ યુનિવર્સિટીનું સંશોધન અને ખેતીમા યુનિવર્સિટી દ્વારા કરવામા આવેલ અભૂતપૂર્વ યોગદાનનુ બિરદાવાયું હતું. તેમણે વધુમાં ખેડૂતોને રાસાયણિક ખેતીમાંથી મુકિત મેળવી પ્રાકૃતિક ખેતી તરફ વળી ઉત્પાદન વધારવા તેમજ એકમ વિસ્તારમાંથી વધુ નફો કેવી રીતે મેળવી શકાય તે અંગેની સમજ આપી ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા તરફ પ્રેરાય તે માટે પ્રોત્સાહિત કર્યા હતા.

વધુ ઉત્પાદન કરી વધારે નફો મેળવી શકે તે માટે સમજ અપાઈ
આ પ્રસંગે કુલપતિ, કે. બી. કથીરીયાએ ખેડૂતોને આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલ વિવિધ જાતો અપનાવવાની અપીલ કરી ખેડૂતોને વધુ ગુણવત્તાયુકત બિયારણ વાપરવા મળે અને તેઓ વધારે ઉત્પાદન કરી વધારે નફો મેળવી શકે તેની વિગતવાર સમજ આપી હતી.ડો.કે.બી.કથીરીયાએ ખેડૂતોને આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ચાલતી વિસ્તરણની વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી થઈ આત્મનિર્ભર બનવા સુચવ્યું હતું. તેમણે વધુમા પી. એમ. કિસાન સન્માન સંમેલન અને એગ્રી સ્ટાર્ટ અપ કોન્કલેવમાં આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા કુલ 6 જેટલા પ્રગતિશીલ ખેડૂતોને નવી દિલ્હી ખાતે મોકલવામાં આવેલ છે. જે આકૃયુની ખેડૂતો પ્રત્યેની હિત માટેની કટિબદ્ધતા દર્શાવે છે તેમ કહી ડો.કે.બી.કથીરીયાએ આવનારી રવિઋતુ માટે વધુમાં વધુ ખેડૂતો આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસિત બિયારણ વહેલી તકે લઈ જશે તેવી આશા વ્યક્ત કરી હતી.

આણંદ કૃષિ યુનિવર્સિટીની બાગાયત કોલેજના આચાર્ય ડો.એન.આઈ.શાહે એગ્રી સ્ટાર્ટઅપમાં ખેડૂતો માટે રહેલી તકો વિષય પર પ્રેઝન્ટેશન દ્વારા ઉપસ્થિત સૌને વિસ્તૃત સમજણ આપી હતી. જ્યારે દેવાતજ ખાતે આવેલ આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.યોગેશ લકુમ એ પ્રાકૃતિક ખેતી ઉપર વક્તવ્ય આપી હાજર રહેલ ખેડૂતોને વિસ્તૃત જાણકારી આપી હતી. આ કાર્યક્રમમા હાજર સૌએ વડાપ્રધાનના “પી.એમ કિસાન સમ્માન સંમેલન અને એગ્રી સ્ટાર્ટ-અપ કોન્કલેવ”માં કરાયેલ સંબોધનના જીવંત પ્રસારણને નિહાળ્યુ હતું. આ કાર્યક્રમમાં આણંદ કૃષિ યુનિર્વિસટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.એચ.બી.પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આ.કૃ.યુ. દ્વારા પ્રકાશિત “ફળ અને શાકભાજીનુ પરિરક્ષણ”પુસ્તકનુ વિમોચન કરવામાં આવ્યુ હતુ. જ્યારે અંતમા આણંદ કૃષિ યુનિર્વિસટીના આઈડિયા નિયામકશ્રી ડો.એસ.ડી.પટેલે આભાર-વિધિ કરી હતી.

આ કાર્યક્રમમા આઇ.ટી. નિયામક ડો.ડી.આર.કથીરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેવાતજના સંકલનથી કરવામાં આવ્યુ હતુ જેમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ તથા બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...