તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:6 ડિસેમ્બરથી પ્રત્યેક મતદાર યાદી સુધારણા કાર્યક્રમ, તમામ સુધારા સહિતની કામગીરી થશે

આણંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભારતીય ચૂંટણી પંચ દ્વારા 1લી જાન્યુઆરી 2021ની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતર્ગત મતદારયાદી શુધ્ધતા કાર્યક્રમમાં મતદાર યાદીમાં નામોની નોંધણી કરવી, મતદારોની વિગતોમાં સુધારો કરવા અને અવસાન પામેલા, સ્થળાંતરીત મતદારોના નામ અને મતદાર યાદીમાંથી દુર કરવા, ઓળખકાર્ડમાં રહેલી ભુલો દુર કરવી, ઇમેજ સુધારવી સહિતની બાબતે સુધારો કરાવી શકાય છે. આ ખાસ ઝુંબેશ અંતર્ગત આગામી 6ઠ્ઠી અને 13મી ડિસેમ્બરના રોજ સવારના 10 થી 5 દરમિયાન આણંદ જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગમાં પ્રત્‍યેક મતદાન મથક ખાતે બુથ લેવલ ઓફિસર ખાસ ઉપસ્થિત રહેશે. જયાં મતદારો મતદાર યાદીની વિગતો ચકાસી શકશે તેમજ નામ નોંધણી કરાવવા માટે જરૂરી નિયત નમુનાનું ફોર્મ ભરીને સ્થળ પર રજૂ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો