તોલમાપ વિભાગના દરોડા:ઓછું વજન આપતા 10 વેપારી પાસેથી રૂ. 4700ના દંડ વસુલ્યા

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉમેટામાં તોલમાપ વિભાગે દરોડા પાડ્યા

આણંદના ઉમેટા ગામમાં દુકાનદારો ગ્રાહકો પાસેથી પૂરતાં નાણાં લઇ વસ્તુ વજનમાં ઓછી આપી છેતરપિંડી આચરતા હોવાની બાબતે તોલમાપ વિભાગે ઉજાગર કરી 10 દુકાનદારોન પકડી પાડી રૂ. 4700 દંડ ફટકાર્યો હતો. તોલમાપ વિભાગના કર્મચારીએ ગ્રાહક બની સમગ્ર છટકું ગોઠવ્યું હતું.

આણંદ તોલમાપ વિભાગના આધારભૂત સુત્રના જણાવ્યા મુજબ આણંદ શહેર સહિત જીલ્લામાં દુકાનદારો દ્વારા ખુલ્લેઆમ રીતે ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામા આવી રહી હોવાની ફરિયાદના પગલે વિભાગે મંગળવારે ચાર ટીમો બનાવી ઉમેટા ગામમાં અનાજ - કરિયાણાની દુકાન, હાર્ડવેર, શાકભાજી સહિતની 25 જેટલી દુકાનોમાં ચેકિંગ કર્યું હતું. જે દરમિયાન 10 એકમધારકોને પૂરતા રૂપિયા લઇ વસ્તુ ઓછી આપતા હોવાનું પકડી પાડ્યું હતું. આવા કસૂરવારો પાસેથી રૂ. 4700 નો દંડ વસુલવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...