તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • Free Washing Service For Ambulances Carrying Infected Patients, Unique Initiative Of A Young Man With A Vehicle Service Station In Anand

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંવેદના:કોરોના સંક્રમિતો દર્દીને લઈને ફરતી એમ્બ્યુલન્સને વિના મુલ્યે વોશિંગ સેવા, આણંદમાં વાહન સર્વિસ સ્ટેશન ધરાવતા યુવકની અનોખી પહેલ

આણંદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શહેરમાં 'યુનિક કાર કેર' નામે વાહન સર્વિસ સ્ટેશન ધરાવતા યુવક રવી પટેલે પહેલ કરી

કોરોના સંક્રમણ વચ્ચે આણંદ શહેર અને જિલ્લામાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓને તેમના સગા સંબંધીઓને ભોજન વ્યવસ્થા, હોમ આઈસોલેશન વાળા વ્યક્તિઓને ઘર બેઠા ભોજન ટિફિનની વ્યવસ્થાની સામાજિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહી છે. આમ સોં કોઈને કોઈ પ્રકારે જુદી જુદી નાની મોટી સેવા કરી રહ્યા છે. આ વિકટ સંજોગોમાં શહેરમાં યુનિક કાર કેર નામે વાહન સર્વિસ સ્ટેશન ધરાવતા યુવાન રવીભાઈ પટેલ પણ પોતાના વ્યવસાય થકી કોરોના સંક્રમણ કાળમાં સેવા કરવા પહેલ કરી છે.

આ અંગે રવીભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોરોના દર્દીઓની લાવવા લઈ જવામાં સતત કાર્યરત એવી 108 હોય કે અન્ય હોસ્પિટલોની એમ્બ્યુલન્સ હોય એટલે કે તમામ એમ્બ્યુલન્સને સફાઈ અને વોશિંગ સર્વિસ વિના મૂલ્યે કરી આપવા નક્કી કરી જાહેર કર્યું છે. સોજીત્રા રોડ ઉપર આવેલા સર્વિસ સ્ટેશન ખાતે વિના મૂલ્યેની સેવાનો પ્રારંભ પણ કર્યો છે.

સામાન્ય રીતે અત્યારે કોરોના સંક્રમણ વચ્ચે સતત દોડતી રહે છે અને દર્દી ઓ હોય કે મૃતક હોય તેને લાવવા લઈ જવામાં જંતુ લાગવાથી એમ્બ્યુલન્સ ને પણ સ્વચ્છ કરવી જરૂરી બને છે ત્યારે એમ્બ્યુલન્સ ડ્રાયઈવર દ્વારા સેનેટાઈઝ કરવામાં આવતી હોય છે હવે રવીભાઈ પટેલ આવી એમ્બ્યુલન્સ ને સરસ સફાઇ અને વોશિંગ પણ કરી આપવાની નેમ ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો