છેલ્લા ત્રીસ વર્ષથી ત્રિભુવનદાસ ફાઉન્ડેશન દ્વારાગામડાના લોકોના આરોગ્ય અંગેની તકેદારી રાખીને આર્યોગ્યલક્ષી પ્રવૃતિઓ હાથધરીને ગામમાં સામાન્ય સારવાર પુરી પાડી રોગ મુકત બને તેવી પ્રવૃતિ ચલાવી રહી છે. ત્યારે છેલ્લા 5 વર્ષથી બાળકોમાં કૃપોષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે. તેને ઘટાડવા માટે ત્રિભુવનદાસ ફાઉન્ડેશન દ્વારા અમૂલ ડેરી અને ઓલ્તેક બાયોટેકનોલોજી કંપનીના સહયોગથી ગામડાના બાળકો કુપોષિત બનાવવા માટે ખાસ અભિયાન હાથધર્યું છે.તેના ભાગરૂપે હાલમાં આણંદ જિલ્લાની 10 આંગણવાડીઓ અને પ્રાથમિક શાળામાં દૂધ પ્રોજેકટ હાથધરવામાં આવ્યો છે.
ત્રિભુવનદાલ ફાઉન્ડેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, ટીએફ દ્વારા અનેક સેવાકિય પ્રવૃતિ કરવામાં આવી રહી છે. ગામડાઓના બાળકો કૃપોષણની ફરિયાદો વધતાં ત્રિભુવનદાસ ફાઉન્ડેશન દ્વારા દૂધ પ્રોજેકટ હાથધરીને ગામડાની આંગણવાડી અને પ્રાથમિક શાળાઓમાં 1620 બાળકોને દૈનિક 100 ગ્રામ દૂધનું વિતરણ કરવામાં આવે છે. જેના બે ફાયદા થયા છે.એક બાળક પોષણક્ષમ બની રહ્યાં છે ,દૂધ પ્રોજેકટના પગલે બાળકોની હાજરી નિયમિતતા જોવા મળી છે. આગામી દિવસો આ પ્રોજેકટ અન્ય ગામોમાં આવરી લેવામાં આવશે. આ પ્રોજકેટ નો મુખ્ય હેતુ બાળકોનું આરોગ્ય સુધરે અને તેઓ કુપોષિત ના રહે તે છે જેનો ગામના નાના બાળકોને લાભ મળી રહ્યો છે.
બે દિવસ અગાઉ ઓલ્તેક બાયોટેકનોલોજી લીમીટેડના પ્રતિનોધિઓમાં અમન સૈયદ, ડો. સંજય નીકમ, ડો. ભૂષણ દેશમુખ, ડો મનિષ ચૌરસિયા અને મહાનુભાવોએ ડાલી અને ઊંટવાડા ગામો ની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને દુધ વિતરણને પ્રવૃતિને નિહાળી હતી અને અમૂલ અને ત્રિભુવનદાસ ફાઉન્ડેશનની આ ઉમદા પ્રવૃતિને વખાણી હતી.
તેઓએ સ્કુલના પ્રિન્સીપાલો સાથે તેમજ શિક્ષકો અને નાના બાળકો સાથે શુભેચ્છા મુલાકત કરી દૂધ પ્રોજેક્ટ અંગે તેમના પ્રતિભાવો જાણ્યા હતા. સ્કુલના પ્રિન્સીપાલોએ જણાવેલ હતું કે દુધના પ્રોજેક્ટના કારણે બાળકો સ્કુલમાં સમયસર આવતા થયા છે તેમજ હાજરીની ટકાવારી માં વધારો થયેલ છે. તેઓએ એમ પણ જણાવેલ હતું કે બાળકો બહુજ ખુશી ખુશી દૂધ પીવે છે અને બાળકોના આરોગ્યમાં સુધારો જોવા મળેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.