તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પક્ષીપ્રેમ:આણંદમાં સીટુસી પરિવાર દ્વારા પક્ષીઓ માટે વિનામુલ્યે કુંડા અને ચણની પ્લેટોનું વિતરણ કરવામાં આવ્યું

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનેક એવા સેવાકીય કરતી આ સંસ્થા દ્વારા 553મો કેમ્પ યોજાયો

આણંદ જીવ સમાન્યની ચિંતા કરતા અને મનુષ્ય સાથે પશુ પંખીની દરકાર કરતા પુણ્યભાગી સેવાર્થીઓની ભૂમિ રહી છે. ઋતુ આધારિત સેવકાર્યો થકી જીવમાત્રને ઉઓયોગી થવાની ભાવના રાખતા આ સેવાર્થીઓને કારણે હજુપણ આણંદ અને વિદ્યાનગર વિસ્તારમાં સેવાવૃત્તિ ધમધમી રહી છે.

જિલ્લામાં વધતી જતી ગરમીના પગલે સામાન્ય લોકો સાથે પશુ પક્ષીઓ પણ કાળઝાળ ગરમીમાં તરસ્યા થતા હોય છે ત્યારે તેમને પાણી ની સરળતા રહે તે માટે આણંદ ખાતે સેવાભાવી સંસ્થા સીટુસી પરિવાર દ્વારા અનેક એવા સેવાકીય કાર્યો કરવામાં આવે છે. સીટુસી પરિવાર દ્વારા સમયાંતરે સ્વચ્છતા અભિયાન સહિત જીવ સમાન્યને ઉપયોગી ઘણા સેવાકાર્ય હાથ ધરવામાં આવે છે.

હાલના સમયને ધ્યાનમાં રાખીને સીટુસી પરિવાર દ્વારા ઉડતા પક્ષીઓ માટે વિનામુલ્યે કુંડા અને ચણની પ્લેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ મુજબનો આ સંસ્થા દ્વારા 553મો કેમ્પ યોજાયો હતો. આ દરમિયાન ઉપસ્થિત વિદ્યાનગર નગરપાલિકાના ઉપપ્રમુખ રાખીબેન શાહે લોકોને અપીલ કરી હતી કે, સીટુસી પરિવારદ્વારા જે કુંડા અને ચણ પ્લેટનું વિતરણ કરવામાં આવે છે તેનો લોકો યોગ્ય રીતે ઉપયોગ કરે અને પક્ષીઓને પાણી અને ચણ મળી રહે તેવી જગ્યાએ કુંડા અને ચણ પ્લેટો મુકી આપણે પણ આમાં સહભાગી બનીએ. સીટુસી પરિવાર દ્વારા આવ અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...