કોવિડ-19ના કપરા સમય દરમિયાન ચાંગાસ્થિત વિખ્યાત વર્લ્ડ ક્લાસ મલ્ટી સ્પેશિયાલિટી ચારુસેટ હોસ્પિટલ કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ હતી અને કોરોનાકાળ વખતે પ્રશંસનીય કામગીરી કરી હતી. હવે કોવિડ-19 પછીના સમયગાળામાં નવા તબક્કામાં ચારુસેટ હોસ્પિટલમાં રાબેતા મુજબ સેવાઓ નવા રંગરૂપ, ફૂલટાઇમ નિષ્ણાત ડોક્ટરોની ટીમ સાથે પૂર્વવત શરૂ થઈ ગઈ છે. ચારુસેટ હોસ્પિટલમાં નિષ્ણાત અને કુશળ સ્પેશિયાલિસ્ટ ડોકટરો દ્વારા દર્દીઓને અત્યાધુનિક અને ઉચ્ચતમ સારવાર આપવામાં આવે છે.
ચારુસેટ હોસ્પિટલમાં આયુષ્માન ભારત યોજના અંતર્ગત જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ઓર્થોપેડિક, જોઇન્ટ રિપ્લેસમેન્ટ, સાંધા બદલવાના ઓપરેશન, યુરોલોજી, સ્પાઇન સર્જરી, સ્ત્રીરોગ, નવજાત શિશુ તથા બાળ રોગ માટે વિવિધ પ્રકારની નિ:શુલ્ક સારવાર કરવામાં આવે છે.
ચારુસેટ હોસ્પિટલ અને ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફિઝીયોથેરાપી (ARIP) દ્વારા ચારુસેટ હોસ્પિટલમાં તારીખ 1 જૂનથી તારીખ 30 જૂન દરમિયાન નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં દર્દીઓ લાભ લઈ રહ્યા છે.
નિ:શુલ્ક નિદાન કેમ્પમાં ઉપલબ્ધ નિ:શુલ્ક સેવાઓમાં ARIP ફેકલ્ટી દ્વારા ફિઝીયોથેરાપીની સારવાર, જનરલ મેડિસિન, જનરલ સર્જરી તથા યુરોલોજી, ઓર્થોપેડિક તથા સ્પાઈન સર્જરી, સ્ત્રીરોગ, નવજાત શિશુ તથા બાળરોગ, ENT વિભાગ, શરદી-ખાંસી-તાવ, ડાયાબિટીસ, બ્લડ પ્રેસર, ફેફસાને લગતા રોગોની તપાસ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નિદાન કેમ્પમાં આવનાર લાભાર્થીઓને આયુષ્માન ભારત યોજના અંતર્ગત નિ: શુલ્ક સારવાર કરવામાં આવશે જ્યારે આયુષ્માન ભારત યોજના સિવાયના દર્દીઓને રાહતદરે સારવાર આપવામાં આવશે. નિ:શુલ્ક નિદાન કેમ્પનો લાભ લેવા માટે દર્દીઓને તેમના ગામોમાં લાવવા-લઈ જવાની નિ: શુલ્ક બસ સેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો જરૂરિયાતમંદ દર્દીઓ લાભ લઈ રહ્યા છે.
ચારુસેટ હોસ્પિટલમાં 24x7 સેવાઓમાં એક્સિડન્ટ અને ઇમરજન્સી વિભાગ, ક્લિનિકલ અને પેથોલોજી લેબોરેટરી, રેડિયો ડાયગ્નોસ્ટિક, બ્લડ બેન્ક, ફાર્મસી ઉપલબ્ધ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.