તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એસવીઆઇટી- વાસદ એન.એસ.એસ. યુનિટ દ્વારા પબ્લિક હેલ્થ સેન્ટર, વાસદ ના સહીયોગથી એસવીઆઇટી ખાતે ચાર દિવસ સુધી કોલેજ કેમ્પસમાં નિઃશુલ્ક કોવીડ રસીકરણ નો કાર્યક્રમ યોજાયો હતો.
પબ્લિક હેલ્થ સેન્ટર વાસદના સહયોગથી એન.એસ.એસ યુનિટના પ્રોગ્રામ ઓફિસર વિકાસ અગ્રવાલ અને કોલેજના મેન્ટેનન્સ ઓફિસર કેયુર પટેલ, આચાર્ય ડૉ. એસ. ડી.ટોલીવાલના માર્ગદર્શન હેઠળ ચાર દિવસ માટે નિઃશુલ્ક કોવિડ રસીકરણ કેમ્પની આયોજન વાસદ, રાજુપુરા અને આસપાસના ગ્રામ્યજન માટે કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 200 થી પણ વધુ લોકોએ નિઃશુલ્ક કોવિડ રસીકરણનો લાભ લીધો હતો.
સરકારની ગાઈડલાઈન પ્રમાણે હાલમાં કોલેજનું શૈક્ષણિક કાર્ય ઓનલાઇન ચાલતું હોવાથી કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓની હાજરી નથી. આવા સમયમાં કોલેજ કેમ્પસનો ઉપયોગ સમાજ ઉપયોગી પ્રવૃત્તિ માટે થઈ શકે તે હેતુથી વિશ્વના સૌથી મોટા રસીકરણ કાર્યમાં એસવીઆઇટી - વાસદ પોતાની સમાજ પ્રત્યેની જવાબદારી અદા કરી રહી છે. અહીંની એન.એસ.એસ. યુનિટના પ્રોગ્રામ ઓફિસર વિકાશ અગ્રવાલ પોતે પણ સમાજ સેવામાં તત્પર રહે છે. આચાર્ય ડૉ. એસ.ડી. ટોલીવાલનું કહેવું છે કે ભવિષ્યમાં પણ જરૂર પડે તો એસવીઆઈટી કોલેજ, મેનેજમેન્ટ અને સ્ટાફ હરહંમેશ સમાજસેવા માટે ઉપલબ્ધ રહેશે.
એન.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી અને સારી ભાવનાથી કરવામાં આવતા આ કાર્ય માટે એસવીઆઈટીની પ્રબંધન સમિતિના ચેરમેન ભાસ્કર પટેલ, વાઇસ ચેરમેન દિપક પટેલ, સેક્રેટરી ભાવેશ પટેલ, આચાર્ય ડૉ. એસ. ડી. ટોલીવાલ દ્વારા કેયુર પટેલ અને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર વિકાસ અગ્રવાલ તેમજ એન.એસ.એસ.ના સ્વયંસેવકોને અભિનંદન પાઠવેલ છે.
Sponsored By
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.