તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:આણંદની કૃષિ યુનિવર્સિટી ખાતે નિ:શુલ્ક કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું, 200 કરતાં પણ વધુ વ્યક્તિઓએ રસીકરણનો લાભ લીધો

આણંદ10 દિવસ પહેલા
 • યુનિવર્સિટીમાં 25થી વધુ વ્યક્તિ કોરોના સંકમિત હોવાથી સારવાર હેઠળ
 • વધતા જતા સંક્રમણને રોકવા સરકારી તંત્ર ખડેપગે

આણંદ જિલ્લામાં કોરોના કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. દૈનિક સંક્રમિતોની સંખ્યા પ્રતિદિન વધી રહી છે. શંકાસ્પદ કોરોનામાં મોતના વધતા આંકડા દર્દી પરિવારોને આર્થિક, શારીરિક અને માનસિક સંતાપની પીડા વધારી રહ્યા છે. ત્યારે સરકારી તંત્ર ભારે જહેમતથી વેક્સિનેશનની કામગીરી કરી રહ્યું છે. જ્યારે આણંદની કૃષિ યુનિવર્સિટીના પ્રાંગણમાં બે દિવસીય નિ:શુલ્ક વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દિવસના અંતે 200 કરતાં પણ વધુ વ્યક્તિઓએ રસીકરણનો લાભ લીધો હતો.

આણંદની પ્રસિધ્ધ કૃષિ યુનિવર્સિટીના પ્રાંગણમાં કુલપતિ ડો.કે.બી.કથરીયાના વડપણ હેઠળ નિ:શુલ્ક કોરોના વેક્સિન કેમ્પનું આયોજન તા. 01-04-2021 તેમજ તા.02-04-2021 એમ કુલ બે તબક્કામાં હેલ્થ સેન્ટર, નિયામક, વિદ્યાર્થી કલ્યાણની કચેરી દ્વારા એક્ઝામ હોલ, બં.અ.કૃષિ મહાવિદ્યાલય, આકૃયુ, આણંદ ખાતે કરવામાં આવ્યું હતું.

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજિત આ કેમ્પમાં યુનિવર્સિટીના અધિકારીઓ, કર્મચારીઓ, ખેત શ્રમિકો, પેન્શનરો તેમના કુટુંબીજનો, ગેસ્ટહાઉસ સ્ટાફ, સ્વીપર સ્ટાફ, સિક્યુરીટી સ્ટાફ તેમજ વસાહતીઓ કે જેમની ઉંમર 45 વર્ષ ઉપર સરકારની ગાઈડલાઈન મુજબ તે તમામને વેક્સિનેશન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, આ યુનિવર્સિટીના પ્રથમ હરોળના વિજ્ઞાનિક ડો.એચ.એલ.ઘડુકનું કોરોના સંક્રમણને કારણે મોત નીપજ્યું હતું. યુનિવર્સિટીમાં 25થી વધુ વ્યક્તિ કોરોના સંકમિત હોવાથી સારવાર હેઠળ છે.

આ કેમ્પમાં પ્રથમ દિવસે ડો. કે. બી. કથીરીયા, માન. કુલપતિ દ્વારા રસીકરણની શરૂઆત કરાવવામાં આવી હતી. જેમાં ડો.એમ. કે. ઝાલા, સંશોધન નિયામક તેમજ ડો.એચ.બી.પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામક પણ ઉપસ્થિત રહ્યા હતા અને રસીકરણનો લાભ લીધો હતો. આણંદ કૃષિ યુનિવર્સિટીની શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કામગીરી સાથે સંકળાયેલ તમામ અધિકારીઓ/ કર્મચારીઓ તેમજ તેમના કુટુંબીજનો (45 વર્ષથી ઉપરના)ને આ કેમ્પ થકી કોરોના વેકસીન આપવામાં આવેલા આ કેમ્પમાં પ્રથમ દિવસના અંતે 200 કરતાં પણ વધુ વ્યક્તિઓએ રસીકરણનો લાભ લીધો હતો. બે દિવસમાં કૃષિ યુનિવર્સિટીમાં તમામ કર્મચારીઓ ને વેકસીનેશન કરવાનું આયોજન છે. આ સમગ્ર કેમ્પનું સંચાલન ડો. ડી. એચ. પટેલ, નિયામક, વિદ્યાર્થી કલ્યાણ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવેલ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો