તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિબીરનું આયોજન:આણંદમાં "ધાબા ઉપર ખેતી" વિષય પર નિઃશુલ્ક અને રજીસ્ટ્રેશન ફ્રી શિબિર , બે સત્રમાં યોજાશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પદ્મશ્રી ડો. સુભાષ પાલેકર દ્વારા ઓનલાઇન હિન્દી, અંગ્રેજી અને મરાઠીમાં શિબીરનું આયોજન

આણંદમાં ઘરે બેઠા ધાબા ઉપર ખેતી કરી તાજા શાકભાજી ઉગાડવા માટેની શિબિરનું ઓનલાઇન આયોજન કરવામાં આવ્યું છે. પદ્મશ્રી ડો. સુભાષ પાલેકર દ્વારા યોજાનારી આ શિબિરમાં બે સત્રમાં રાખવામાં આવ્યા છે.આ શિબિરમાં ભાગ લેવા કોઇ રજીસ્ટ્રેશન કે ફિ રાખવામાં આવી નથી.

પદ્મશ્રી ડો. સુભાષ પાલેકરના વોટસએપ નં. 9850352745 દ્વારા પદ્મશ્રી ડૉ. સુભાષ પાલેકરની એક દિવસની યુ-ટયુબ ઉપર ઓનલાઇન ધાબા ઉપર ખેતી વિષય ઉપર હિન્દી, અંગ્રેજી અને મરાઠીમાં નિઃશુલ્ક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર તા. 4/7/2021ના રોજ હિન્દીમાં બે સત્રમાં યોજાશે. જેમાં પ્રથમ સત્રનો સમય બપોરના 1-30 થી 4-30 અને બીજા સત્રનો સમય સાંજના 6-00 થી 9-00 કલાકનો રહેશે.

આ શિબિરમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી દ્વારા ઝેરમુકત પોષણ, મુલ્યોક યુકત ઔષધીય, બધાજ પ્રકારના શાકભાજી, ફળ, શેરડી, ફુલ કઇ રીતે ઉગાડી શકાય ? ઝેરમુકત, પોષણયુકત, ઔષધીય, અનાજ, દાળ, ધાન્ય, ગોળ, કાચી ખાંડ, કાચી ધાણીનું તેલ, હળદર, મરચાંનો પાવડર, ફળ, મસાલા, મૂલ્ય વર્ધન કરેલા પ્રાકૃતિક ખાદ્ય પદાર્થો, ટેરેસ ગાર્ડન કરવા માટે જરૂરી દેશી ગૌમાતાનું ગોબર, ગૌમૂત્ર, લસણ, ડુંગળી, શાકભાજી વગેરે કઇ રીતે મેળવવા ? માણસ શાકાહારી છે કે માંસાહારી ? તેનું વૈજ્ઞાનિક રીતે ચિંતન, સગી માનું દૂધ છોડીને બીજા પ્રાણીનું દૂધ, દહીં, ઘી, શાકાહાર છે કે નહીં ? વૈશ્વિક તાપમાનમાં વૃધ્ધિ અને જલવાયુ પરિવર્તનને રોકવા માટે આપણે સામાન્ય, નાગરિકો શું કરી શકીએ ? આધ્યાનત્મિધક જીવનશૈલી શું છે ? ફરી વખત પ્રકૃતિ તરફ કઇ રીતે પાછા વળવું? કોરોના, કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ, બ્લડ પ્રેશર જેવી જીવલેણ બિમારીઓથી આપણે કઇ રીતે બચી શકીએ છીએ ? વિગેરે બધા જ વિષયો ઉપર પદ્મશ્રી ડો. સુભાષ પાલેકર વિસ્તાતરપૂર્વક સંવાદ કરનાર છે. સાથે સાથે જે માતા, બહેન અને ભાઇ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી દ્વારા ટેરેસ ગાર્ડન કરી રહ્યા તેમના પણ અનુભવ કથન પણ થશે. આ શિબિરમાં ભાગ લેવા માટે યુ ટયુબ ચેનલ https”//youtube.com/c/SUBHASH PALEKARKRUSHI લીંક દ્વારા જોડાઇ શકાશે.

અન્ય સમાચારો પણ છે...