તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠગાઈ:ટીકીટ બુકીંગના નામે કન્સલટન્ટ સાથે 40 હજારની છેતરપિંડી

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આણંદ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

આણંદ શહેરમાં મરિયમ પાર્ક સોસાયટી સ્થિત સલાટીયા ફાટક પાસે 30 વર્ષીય મોસીન સિરાઝભાઈ વોરા પરિવાર સાથે રહે છે. તેઓ આણંદ સો ફૂટ રોડ ઉપર લક્ષ્મી પાર્ક સોસાયટીમાં આવેલી કયુમભાઈ સિરાજભાઈ વોરાની યશ કન્સલટન્સી નામની ઓફિસમાં છેલ્લા દોઢ વર્ષથી નોકરી કરે છે. જે કન્સલટન્સીની ઓફિસમાં વાહનનો વીમો, સ્ટુડન્ટ વિઝા અને એર ટિકિટ બુકિંગ સહિતના કામકાજ કરે છે.

ગત છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ સાંજે છ વાગ્યે તેમના મોબાઈલ પર ફોન આવ્યો હતો. અને ફોન કરનાર વ્યક્તિએ મુંબઈથી જયપુર અને અમદાવાદથી મુંબઇની એર ટિકીટો બુકિંગ કરવાની છે. તેમ કહી ટીકીટનો ભાવતાલ નક્કી કરી રૂપિયા 40 હજારમાં બુકિંગ કરવાનું જણાવ્યું હતું. મોસીનભાઈ વોરા પાસે ટિકિટના પૈસા માટે તેઓનો એકાઉન્ટ નંબર માગ્યો હતો. જેથી મોસીનભાઈ વોરાએ પોતાનો એસબીઆઈ બેન્ક મુંબઈનો એકાઉન્ટ નંબર આપ્યો હતો.

ટિકિટ બુકિંગ કરાવનારા અજાણ્યા ગઠિયાએ ફોન-પે અને આંગડીયામાં પૈસા મોકલવાનું જણાવી વિશ્વાસમાં લીધા હતા. તેમના વોટ્સએપ પર ક્યુઆર કોડ મોકલી આપ્યો હતો જે મોસીનભાઈએ સ્કેન કરતાની સાથે જ તેઓના ખાતામાંથી રૂપિયા 40 હજાર ઉપડી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો