તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નડીઆદના એક યુવકને દુબઇના વર્ક પરમીટ વિઝાના બહાને આણંદના ત્રણ શખ્સોએ રૂા 1.70 લાખ પડાવી લીધા હતા. દુબઇ ખાતે મહંમદશાકીર નામનો યુવક આસીએ વર્ક પરમીટ વિઝા મંજૂર કર્યા નથી. તેમ કહીને વિઝીટર વીઝા પર યુવકો બોલાવીને ગોંધી રાખતો હતો. નડીઆદ ખાતે રહેતા વસીમ ઈકબાલભાઈ મલેકે દુબઈના વર્ક પરમીટ વિઝા માટે આણંદની જે. પી. ઈન્ટરનેશનલનો સંપર્ક કર્યો હતો. જેમણે દુબઈના વર્ક પરમીટ વિઝાના બહાને રૂા1.70 લાખ લાખની વિઝિટર વિઝા ઉપર દુબઈ મોકલીને નોકરી કે પગાર નહીં આપીને ગોંધી રાખ્યા હોવાનો આક્ષેપ રૂપિયા લઈને વિઝા અપાવવાની વાત કરી હતી.
ત્યારબાદ અમદાવાદથી દુબઈની એર ટિકિટ અને વર્ક પરમીટ વિઝા આપી દીધા હતા. જાે કે આટલા ટુંકાગાળામાં વિઝા મળી જતાં શંકા ગઈ હતી. જેથી ઓફર લેટર કોપી માંગતા ફ્લાઈટના ટાઈમ સુધી આપ્યો ન હતો. દરમ્યાન દુબઈ ખાતે રહેતા મહંમદશાકીર સૈયદ ઉર્ફે ઈબ્રાહીમભાઈએ ફોન કરીને વર્ક પરમીટના વીઝા આઈસીએ મંજુર થયા નથી તેમ જણાવીને વિઝિટર વિઝા ઉપર દુબઈ બોલાવી લીઘા હતા.
અને ત્યાં વસીમ સહિત અન્ય યુવકોને ગોંધી રાખીને વર્ક પરમીટ વિઝા કે પગાર પણ આપ્યો નહોતો. ભારત સરકારના વિદેશ મંત્રાલય ઉપ્રવાસી સરક્ષી કાર્યાલય-મુંબઈ ખાતે ફરિયાદ કરતાં આણંદ પોલીસને છેતરપીંડી અને ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.