તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:કાસોરના યુવક સાથે સ્ટુડન્ટ વિઝાના નામે છેતરપિંડી, આણંદ શહેર પોલીસે ગુનો નોંધ્યો

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

સોજિત્રાના કાસોર ગામે સરદાર પટેલ સ્ટ્રીટ ખાતે રવિકુમાર પટેલ રહે છે. તેમને અભ્યાસ માટે વિદેશ જવું હોઈ તેઓ વિદ્યાનગર રોડ પર આવેલા રાધાસ્વામી બિલ્ડીંગના બીજા માળે આવેલા સ્ટડી વીઝા પ્લાનેટના માલિક રોનક જોશીને મળ્યા હતા. યુકેની યુનિવર્સિટીમાં એડમિશન અપાવી દેવાની વાત કરી હતી. વધુમાં તે પેટે રૂપિયા 12થી 13 લાખ ખર્ચો થશે તેમ કહ્યું હતું. ધોરણ 12ની પ્રજ્ઞાબેન જોશી પાસેથી મહારાષ્ટ્ર શિક્ષણ બોર્ડની માર્કશીટ મેળવી હતી.

માર્કશીટના આધારે રવિકુમારે ફરીથી રોનક જોશીનો સંપર્ક કરી તેમને વિઝા, એડમિશન ફીના મળીને કુલ રૂપિયા 13.20 લાખ પડાવ્યા હતા. અને બીજા વધારે રૂપિયા 1.50 લાખ યુનિવર્સિટીમાં ભરવાનું જણાવ્યું હતું. પરંતુ તેણે આ ફી નહીં આપતા વિઝા કેન્સલ થયા હતા. હવે ફરીથી સમગ્ર કાર્યવાહી કરવી પડશે તેમ જણાવતા પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું જણાતા તેણે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો