તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:75.70 લાખમાં વેચેલી મિલકતમાંથી વૃદ્ધાને ભાગ ન આપી છેતરપિંડી આચરી

આણંદ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • ખંભાત ગ્રામ્ય પોલીસે ભાગીદારો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી

ખંભાતમાં મારૂતિ કોર્પોરેશન નામની ભાગીદારી પેઢીમાં ભાગીદાર બનેલા એક વૃદ્ધાને અન્ય બે ભાગીદારોએ મારૂતિ કોમ્પલેક્ષમાં આવેલી દુકાનો, ઓફિસો અને હોલ મળી રૂપિયા 75.70 લાખમાં વેચેલી રકમમાંથી વૃદ્ધાના હિસ્સાની સરખા ભાગની રકમ ન આપી છેતરપિંડી કરતાં વૃદ્ધાએ ફરિયાદ નોંધાવી હતી.ખંભાતના મેતપુર રોડ ઉપર રંગઅવધુત સોસાયટીમાં 65 વર્ષીય રેણુકાબેન ચંદ્રદેવ વૈધ નિવૃત્ત જીવન ગુજારે છે. રેણુકાબેન વૈધના પતિ વર્ષ 1972માં ખંભાત ખાતે નગરપાલિકામાં સૌપ્રથમ સુપરવાઈઝર તરીકે નોકરી કરી હતી.

ત્યારબાદ સેનેટરી ઈન્સ્પેક્ટર, ફુડ ઇન્સ્પેક્ટર, તથા ચીફ ઓફિસર તરીકે નોકરી કર્યા બાદ વર્ષ 1994માં નિવૃત્ત થયા હતા. વર્ષ 1969માં રેણુકાબેન વૈધે ખંભાત મોટી ખારીકુઈ ખાતે રહેતા દિલીપભાઈ પટેલ અને ખંભાત કોઠીપાડો વિસ્તારમાં રહેતા યોગેશભાઈ સાડીવાળા સાથે મારૂતિ કોર્પોરેશન નામની ભાગીદારી પેઢી શરૂ કરી હતી. આ પેઢી ખંભાત બસ સ્ટેન્ડ સામે આવેલી મકાન તેમજ ખુલ્લી જગ્યામાં મારુતિ કોર્પોરેશનના નામથી શરૂ કરી હતી. ત્યારબાદ આ જગ્યા ઉપર મારૂતિ કોમ્પલેક્ષ બનાવવામાં આવ્યું હતું.

જેમાં અંદાજે 45 દુકાનો, 5 હોલ ઉપરાંત ઓફીસો બનાવી હતી. દરમ્યાન રેણુકાબેન વૈધ પોતાના પતિ સાથે વિદેશ ગયા હતા. જે દરમિયાન તેઓના અન્ય બે ભાગીદારો દિલીપ પટેલ અને યોગેશ સાડીવાળા દ્વારા કોમ્પલેક્ષમાં આવેલી દુકાનો, ઓફિસો, હોલ કુલ રૂ 75.70 લાખમાં વેચી દીધી હતી. પરંતુ ત્રીજા ભાગનો સરખો હિસ્સો રેણુકાબેનને આપ્યો ન હતો અને છેતરપિંડી કરી હતી. અવાર-નવાર માંગણી કરવા છતાં ન આપતાં તેમણે આ અંગે ખંભાત પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો