તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • Fourth Anniversary Of Anand Blockbuster Charitable Trust Celebrated With The Children Of Adhanjan Mandal: Performed More Than 200 Services In 4 Years

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:આણંદ બ્લોકબસ્ટર ચેરીટેબલ ટ્રસ્ટની ચોથી વર્ષગાંઠ અધંજન મંડળ ના બાળકો સાથે ઉજવાઈ: 4 વર્ષમાં 200 થી વધુ સેવાકાર્યો કર્યા

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

આજના સમયમાં યુવાનો મોજ શોખ અને ખરાબ આદતોની લતે ભેગા થતા હોય છે તો કેટલાક હરવા ફરવા અને આનંદ પ્રમોદ માટે ભેગા થતા હોય છે.જ્યારે આણંદ ના બ્લોક બ્લસ્ટરસ ચેરીટેબલ ટ્રસ્ટના સેવાભાવી યુવાનોએ સેવા સંસ્કાર અને સેવાકર્યો થકી આણંદમાં સેવાની સરવાણી વહાવી રહ્યા છે. આણંદના નવયુવાનો ના બ્લોકબસ્ટર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મંગળવારે તેમના ચાર વર્ષ પૂર્ણ કરી પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે અંધજન મંડળ ,વિદ્યાનગર ખાતે ઉજવણી કરી હતી.

ટ્રસ્ટની ચોથી વર્ષગાંઠ નિમિત્તેની ઉજવણીમાં અંધજન મંડળના બાળકો દ્વારા દેશભક્તિ ગીતો, રામ ધુન કરવામાં આવી હતી.બાળકોને નવા કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ તેમની રોજીંદા જીવન ઉપયોગી રહે તેવી કીટ આપવામા આવી હતી.ટ્રસ્ટના યુવા ટ્રસ્ટીઓ દ્વારા અંધજન મંડળના બાળકો સાથે

કેક કાપવામાં આવી હતી.જે બાદ તેઓ સાથે ટ્રસ્ટના તમામ સભ્યોઇએ ભોજન લીધું હતું.નવયુવાનના આ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 4 વર્ષ માં 200 થી વધુ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી છે.મહત્વનું છે કે કોરોના ની મહામારી વચ્ચે બ્લોકબસ્ટર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દરરોજ 2000 ઉપરાંત નાગરિકોને ભોજન પહોંચાડયું હતું તેમજ 5000 જેટલી શાકભાજી ની કીટ અને કોરોના વોરીયર્સ ને દુધ અને બીસ્કીટ નુ પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બ્લોકબસ્ટર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દ્રવિડ પાસવન, ઉપપ્રમુખ જય ભોઈ , મંત્રી દીપ એચ પટેલ, સહમંત્રી દીપ અલ્પેશભાઈ પટેલ તથા ખજાનચી જુવેન્સ મેકવાન પ્રભારી દ્રુવ પટેલ તથા કાર્યકરો જેમાં ઓમ દેસાઈ,શ્લોક કોટડીયા,વિશ્વાસ,મિત પટેલ ,વિકાસ મિસ્ત્રી ,જય પટેલ, વ્રજ ઉમેશ પુરોહિત,મીહીર ભાટીયા દરેક ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો