તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવતીઓ ગાયબ:આણંદ જિલ્લામાંથી અલગ અલગ બનાવમાં એક સગીરા સહિત ચાર યુવતી ગુમ થઇ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ, ઉમરેઠ, બોરસદમાંથી યુવતીઓ ઘરમાંથી કોઇને કહ્યાં વગર નીકળી ગઇ

આણંદ જિલ્લામાં અલગ અલગ બનાવમાં એક સગીરા સહિત ચાર યુવતી ઘરેથી નીકળી ગઈ છે. જેને શોધવા પોલીસે ગુમ થયાની જાણવા જોગ નોંધ અને અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ છે. આ યુવતીમાં આણંદના ગાનાની પરિણીતાનો પણ સમાવેશ થાય છે. જે 10 વર્ષની પુત્રીને લઇને ક્યાંક ચાલી ગઈ છે.

આણંદના ગુજરાતી ચોકમાં રહેતો અબ્દુલરઉફ ઇસ્માઇલ શેખ ઉર્ફે રઉફબાવા નામનો વ્યક્તિ એક સગીરાને 15મી એપ્રિલના રોજ ઘરેથી ભગાડી ગયો હતો. આ અંગે બોરસદ શહેર પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં આણંદ શહેરના 100 ફુટ રોડની બાજુમાં આવેલા પ્રજાપતિ સોસાયટીમાં રહેતા મનીષાબહેન પ્રજાપતિ (ઉ.વ.20) 19મી એપ્રિલના રોજ બપોરના 4 વાગ્યાના સુમારે ઘરેથી કોઇને કહ્યા સિવાય ક્યાંક જતાં રહ્યાં છે. જ્યારે ઉમરેઠના રઘાપુરા તાબે શીલીમાં રહેતા હિરલબહેન ગોહેલ (ઉ.વ.21) 5મી એપ્રિલના રોજ ઘરેથી ક્યાંક જતાં રહ્યાં હતાં.

આ ઉપરાંત ગાના ગામે બોચાસણવાળા ફળિયામાં રહેતા કૈલાસબહેન ચાવડા (ઉ.વ.28) 22મી એપ્રિલના રોજ સવારે 7થી 11 વાગ્યા દરમિયાન તેમની દસ વર્ષની દિકરી જાનવીને લઇને ક્યાંક જતાં રહ્યાં છે. જેમની તપાસ કરાવતા તેણી મળી આવ્યાં નથી. આ અંગે પોલીસે ગુમ જાણવા જોગ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...