કાર્યવાહી:ઉમેટા ચોકડી પાસે જુગાર રમતા ચાર શખસ ઝડપાયા

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફૂટવેરની દુકાન પાસે જુગાર રમાતો હતો

આંકલાવ તાલુકાના ઉમેટા ગામની ચોકડી પાસે એક દુકાન સામે ખુલ્લી જગ્યામાં આંક ફરકનો જુગાર રમતા 4 શખ્સોને આંકલાવ પોલીસે જુગાર રમવાના સાધનો તેમજ રોકડ રકમ સહિત ઝડપી પાડી ગુનો દાખલ કર્યો છે. આંકલાવ પોલીસ ટીમ દારૂ-જુગારની બદી અટકાવવા સારું પેટ્રોલિંગમાં નીકળી હતી. ત્યારે બાતમી મળી હતી કે, ઉમેટા ચોકડી મહાકાળી ફૂટવેર નામની દુકાન સામે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો ભેગા મળીને વરલી મટકા, આંક ફરકનો જુગાર રમી-રમાડે છે.

આંકલાવ પોલીસ ઉમેટા ગામની ચોકડી પાસે બાતમી મુજબના સ્થળે છાપો મારીને જુગાર રમતા રોહિત, ગોપાલભાઈ પરમાર, મનુભાઈ પરમાર અને ભરતકુમાર સોલંકી (ચારેય રહે. અસારમા)ને જુગાર રમવાના સાધનો તેમજ રોકડ રકમ સહિત કુલ રૂ 2290ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...