તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ સાથે દાદાગીરી:ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં તાલુકા પંચાયત સભ્ય સહિત ચાર શખસે એએસઆઈની ફેંક પકડી

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પહેલી ફરિયાદ લેવા માટે બે મહિલા સહિત ચાર ઈસમોએ પોલીસ સ્ટેશનમાં બબાલ મચાવી

ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા આવેલા બે મહિલા સહિત ચાર શખસે આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની ફેંક પકડી પોલીસ વરદીની મર્યાદા ઓળંગી બબાલ મચાવી હતી. આ ઈસમે પોતે તાલુકા પંચાયતનો સભ્ય હોવાનું જણાવી હું કાયદો જાણું છું, અમારી ફરિયાદ પહેલા નહીં લો તો તમારા પટ્ટા ઉતારી દઇશ. તેવી ધમકી આપી હતી. આ અંગે પોલીસે બે મહિલા સહિત ચારેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એ. ઝાલા, આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મહમદઅખ્તર અબ્દુલજમીલ, રવિન્દ્રભાઈ શનાભાઈ, હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ સહિતના કર્મચારી 8મી મેના રોજ રાત્રે ફરજ પર હતા તે દરમિયાન તાલુકા પંચાયતના કોંગી સભ્ય રાજેન્દ્રભાઈ સોલંકી અને તેના પિતા મણીભાઈ સોલંકી બુમાબુમ કરતા પોલીસ સ્ટેશનમાં ધસી આવ્યાં હતાં અને તમને મને ઓળખતા નથી, હું તાલુકા પંચાયતનો સભ્ય છું. તેમ કહી અમારી પહેલી ફરિયાદ લો. તેમ કહી ગમે તેમ અપશબ્દ બોલવા લાગ્યાં હતાં.

આ દરમ્યાન ફરજ પરના કર્મચારીએ શાંતિથી વાત કરવાનું કહેતા તે વધુ ઉશ્કેરાઇ ગયાં હતાં. આ દરમિયાન અન્ય બે મહિલા પણ પોલીસ સ્ટેશનમાં ધસી આવી અને મોં ફાટ બોલાચાલી કરવા લાગ્યાં હતાં. આ દરમિયાન આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મહમદઅખ્તર અબ્દુલજમીલે કોરોના ગાઈડલાઈનનું પાલન કરી માસ્ક પહેરવાનું કહેતા આ લોકોએ તેની ફેટ પકડી ઝપાઝપી કરી પોલીસ સ્ટેશનમાં હોબાળો કર્યો હતો.

દિલીપભાઈની ફરિયાદ પહેલી નહિ લેવાની તેમ કહી વર્દીની ખેંચતાણ કરી હતી. આ ઉપરાંત સાથે આવેલી મહિલાઓએ પણ બુમાબુમ કરી મુકી હતી. આ ઉપરાંત પોલીસ વિરૂદ્ધમાં કેસ કરી કોર્ટ સુધી નહીં છોડું. તમને જોઇ લઇશ. અમને ઓળખતા નથી. તમારા બધાના પટા ઉતરાવી દઇશ. કાયદા તો અમને પણ આવડે છે. આખરે આ અંગે ઉમરેઠ પોલીસે તાલુકા પંચાયત સભ્ય રાજેન્દ્ર મણીભાઈ સોલંકી, મણીભાઈ રઇજીભાઈ સોલંકી, સોનલબહેન મણીભાઈ સોલંકી, પારૂલબહેન રાજેન્દ્રભાઈ સોલંકી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ડુંગરીપુરાના સરપંચ સહિત ચાર શખસે મારમારી કરી હતી

ઉમરેઠ પોલીસ મથકમાં ફરિયાદ આપવા આવેલા તાલુકા પંચાયતના સભ્ય રાજેન્દ્રસિંહ સોલંકી, ડુંગરીપુરાના સરપંચ કિશન સોલંકી સહિત ચાર શખસે ગામમાં મારામારી કરી હતી. આ શખસો અપશબ્દ બોલતા હોવાથી તેમને ટપારતા તેઓ ઉશ્કેરાઇ ગયા હતા અને દિલીપભાઈ પટેલ સહિત તેમના પરિવારજનો સાથે મારામારી કરી હતી. આ અંગે ઉમરેઠ પોલીસે રાજેન્દ્રસિંહ સોલંકી, કિશન સોલંકી, મણીભાઈ સોલંકી, સંજયભાઈ સોલંકી સામે ગુનો નોંધ્યો હતો. આથી, રાજેન્દ્રસિંહ સોલંકીએ પહેલી ફરિયાદ કેમ લીધી ? તેમ કહી પોલીસ સ્ટેશનમાં બખેડો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...