છેલ્લા પાંચ દિવસમાં ત્રણ યુવાન ઉપર હુમલો કરનારા કુખ્યાત લવિંગખાન પઠાણને બુધવાર રાત્રે નડિયાદ તરફથી આવતાં તેના ત્રણ સાગરિતો સાથે ઝડપી પાડયા હતા. નાપા ગામે રહેતા ફિરોઝશા અવનરશા દિવાન એકતાનગર પાસે આવેલા કાંસ ઉપર કુદરતી હાજતે ગયા હતા તે વખતે લવિંગખાનના ભત્રીજા સહિત સાગરિતો મારમાર્યો હતો.તેમજ અગાઉ પણ બે યુવકોને મારમાર્યો હતો.
જેથી ગ્રામજનોએ પોલીસચોકી હોબાળો મચાવ્યો હતો. જેથી પોલીસે લવિંગખાન સહિત 7 શખસો સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આ બનાવ બાદ લવિંગખાનને ઝડપી પાડવા માટેની કવાયત હાથધરી હતી. તે નડિયાદ તરફ છુપાયો હોવાની બાતમી પોલીસે મળી હતી. જેથી પોલીસે ત્યાં પહોંચી ગઇ હતી અને લવિંગખાન પઠાણ,તેના પુત્ર આરીખખાન, ઇમરાનખાન કાલુખાન પઠાણ અને સાવજખાન પઠાણને ઝડપી પાડયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.