• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Four Men Who Robbed A Middle aged Man In Anand's Nude Video Were Given One day Remand, The Middle aged Man Was Called To A Hotel During A Conversation On Social Media.

લૂંટનો મામલો:આણંદમાં આધેડનો નગ્ન વીડિયો ઉતારી લૂંટી લેનારા ચાર શખસને એક દિવસના રિમાન્ડ લેવાયાં, સોશિયલ મીડિયા પરની વાતચીત દરમિયાન આધેડને હોટલ પર બોલાવ્યા હતા

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂમમાં પહેલેથી જ છુપાવેલા કેમેરામાં ક્લીપીંગ ઉતારી રોકડ, સોનાની ચેઇન લૂંટી લીધી હતી
  • શહેર પોલીસે સુરેન્દ્રનગરના ચાર શખસની ધરપકડ કરી હતી

આણંદ શહેરમાં સંબંધીના ઘરે આવેલા આધેડ વ્યક્તિને સમલૈગિક યુવકે કરમસદની હોટલમાં બોલાવી સેક્સની લાલચ આપી વીડિયો ઉતારી લીધો હતો. બાદમાં આ વિડીયો થકી તેના સાથીદારો સાથે આધેડ પાસેથી રોકડ અને સોનાની ચેઇન સહિત મુદ્દામાલ લુંટી લીધો હતો. આ મામલો આણંદ શહેર પોલીસ મથકે પહોંચતાં પોલીસે ગુનો નોંધી સુરેન્દ્રનગરના ચાર શખસની ધરપકડ કરી હતી. આ શખસોની પુછપરછ માટે પોલીસે એક દિવસના રિમાન્ડ લીધા છે.

આણંદ આવેલા આધેડને સોશિયલ મીડિયા પર યુવકનો પરિચય થયો હતો. આ પરિચય કેળવી વીડિયો કોલ કર્યો હતો અને બાદમાં સમલૈંગિક સંબંધની લાલચ આપી કરમસદની હોટલમાં બોલાવવામાં આવ્યાં હતાં. આથી, આધેડ હોટલ પર પહોંચ્યાં હતાં. જ્યાં તેમને પાછલા દરવાજેથી હોટલના રૂમમાં લઇ ગયાં હતાં અને રૂમમાં લઇ જઇ નગ્ન કર્યાં હતાં.

વૃદ્ધની ક્લિપ ઉતારી બ્લેક મેઈલ કરવામાં આવ્યા
પૂર્વ પ્લાનિંગ મુજબ તુરંત અજાણ્યા ચાર શખસ રૂમમાં ધસી આવ્યાં હતાં. તેઓએ રૂમમાં પહેલેથી છુપાવેલા મોબાઇલમાં ક્લીપીંગ ઉતારી હતી. આ ક્લીપીંગ બતાવી આધેડ પાસેથી રોકડ તથા સોનાની ચેઇન લૂંટી લીધી હતી. આ અંગે આધેડે શહેર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે શક્તિ મનોજ બાજીપુરા, તનવીર અહેમદ જુનેજા, નહેરૂ બહાદુર રબારી (રહે.ત્રણેય સુરેન્દ્રનગર) તેમજ આસિફ લિયાકત અંતાણી (રહે.બોટાદ)ને પકડી પાડ્યાં હતાં. જ્યારે અન્ય એક આરોપી કુલદીપ દીપક ઝારોલા (રહે. સુરેન્દ્રનગર) ફરાર થઇ ગયો હતાં.

ચારે'ય આરોપીઓ એક દિવસના રિમાન્ડ પર
પ્રાથમિક તપાસમાં પોલીસે તેમની પાસેથી કાર જપ્ત કરી હતી. આ કારમાં ત્રણ ધારદાર છરાં મળી આવ્યાં હતાં. આથી, પોલીસે સઘન પુછપરછ માટે મંગળવારના રોજ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં ન્યાયધિશે ચારેયના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...