લુખ્ખાગીરી:વિદ્યાનગરમાં ચાર શખ્સોએ આતંક મચાવ્યો, કોર્ટ કેસમાં સમાધાન કરવાની ધમકી આપી એક યુવકને ચપ્પાના ઘા માર્યા

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોબાઇલ રીપેરીંગ કરાવવા ઉભેલ યુવક પર લાકડી, હોકી વડે તૂટી પડ્યા

વિદ્યાધામ વિદ્યાનગરમાં ચાર શખસે સરાજાહેર યુવકને ચપ્પાના ઘા ઝીંકી આતંક મચાવી દીધો હતો. આ હુમલામાં યુવકને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અગાઉ થયેલા ઝઘડાના સમાધાન બાબતે ફરી હુમલો કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

કોર્ટ કેસમાં સમાધાન કરવાનું કહી ધમકી આપી
વિદ્યાનગરના હરિઓમનગરની બાજુમાં ચૈતન્ય હરિ સોસાયટીમાં રહેતા હરિભાઈ મહારાજનો પુત્ર જીતેન્દ્ર ઉર્ફે જીતુ 9મી જુલાઇના રોજ બપોરે મોબાઇલ રીપેરીંગ માટે તેના બનેવી ઇશ્વરભાઇ દવેનીની દુકાને ગયો હતો. તે દુકાન પર હતો તે સમયે દુકાન આગળ એક કાળા કલરની નંબર વગરની ગાડીમાં ચાર શખસ એકદમ ઉતર્યાં હતાં. જેમાં જીગો ઉર્ફે દિગેશ પટેલે અગાઉ કરેલી એટ્રોસીટીની ફરિયાદનું સમાધાન કરી નાંખવા ધમકાવ્યો હતો. જોકે, જીતેન્દ્રએ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, જેનો નિર્ણય આવશે. તેમ કહેતા જીગો વધુ ઉશ્કેરાયો હતો અને જાતિવાચક અપમાનજનક શબ્દો બોલી લાકડાના દસ્તાથી હુમલો કર્યો હતો. આ ઉપરાંત લાલો લશ્કરી હોકી પેટમાં મારી દીધી હતી. જ્યારે નિમેષ રાજપુતે ચપ્પાનો ઘા પેટમાં મારી દીધો હતો અને નીખીલ કાઠીયાવાડીએ પણ ચપ્પાથી હુમલો કર્યો હતો.

અચાનક થયેલા આ હુમલાથી જીતેન્દ્રએ બુમાબુમ કરી હતી. જેમાં પ્રમોદ જોશી વચ્ચે પડતાં તેને પણ દસ્તો મારી દીધો હતો. આ ઉપરાંત ઇશ્વરભાઈ દવેની દુકાનનું કાઉન્ટર પણ તોડી નાંખ્યું હતું. ચપ્પાના ઉપરા છાપરી ઘાથી જીતેન્દ્રને તાત્કાલિક સારવાર માટે કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે જીગો ઉર્ફે દિગેશ પટેલ, નિમેષ રાજપુત, લાલો લશ્કરી અને નિખિલ કાઠીયાવાડી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...