તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખૂલાસો:ઉમરેઠના ભરોડામાં પૈસાની લેતી-દેતીમાં યુવકનું ગળુ દબાવી હત્યા મામલે ચાર મિત્રોની ધરપકડ

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરસીસીના સિમેન્ટના ઓટલા પર માથું પછાડી હત્યા કરી હોવાનું ખુલ્યું

ઉમરેઠ તાલુકાના ભરોડા ગામે આવેલી પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં યુવકની લાશ મળી આવી હતી. આ યુવકના મિત્રોએ જ પૈસાની લેતી-દેતીમાં તેની હત્યા કરી હોવાની માહિતી મળતાં શકમંદોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જેમાં ચાર શખસની સંડોવણી ખુલતા ધરપકડ કરવામાં આવી હતી.

કરમસદ ખાતે રહેતાં ચંદ્રકાન્ત મનુભાઈ ભોઇ મુળ ઉમરેઠના ભરોડા ગામના વતની છે. તેઓ વ્યવસાય અર્થે કરમસદ સ્થાયી થયાં હતાં. જોકે, તેમનો નાનો ભાઇ શ્રવણકુમાર ભોઇ (ઉ.વ.29) ભરોડા ગામે એકલો જ રહેતો હતો અને મંજુસરની ખાનગી કંપનીમાં નોકરી કરો હતો.

મહત્વનું છે કે, 27મી ઓગષ્ટની બપોરે શ્રવણકુમારની લાશ ગામની પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં મળી આવી હતી. પોલીસને સુચના આપતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.જી.ચૌધરી સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી. પ્રથમ દૃષ્ટિએ જ આ બનાવ હત્યાનો હોવાનું જણાયું હતું. શ્રવણના ગળા પર કોઈએ ટુંપો દીધો હોય તેવા લીસોટા પડેલાં હતાં. પગની પીંડીઓ પણ ઘસાઇ ગયેલી જોવા મળી હતી. આ ઉપરાંત માથામાં ડાબી બાજુ પણ ઇજા જોવા મળી હતી. આ ઉપરાંત લાશને ઢસડી હોવાના પણ નિશાન મળ્યાં હતાં.

આ અંગે ખંભોળજ પોલીસે તપાસ હાથ ધરતાં બાતમી મળી હતી કે, શ્રવણને નાણાકીય લેતી દેતી માટે માથાકુટ ચાલતી હતી અને ઘટનાના થોડા સમય પહેલા તે કેટલાક મિત્રો સાથે જોવા મળ્યો હતો. આથી, પોલીસે પ્રથમ કિરીટ શના ભોઇની અટક કરી પુછપરછ કરી હતી. જેમાં તેઓની સાથે બીજા ત્રણ મિત્રોએ ભેગા થઇ હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. જેના આધારે પોલીસે શૈલેષ ઉર્ફે ચેટી નટુભાઈ ભોઇ, જય ઉર્ફે જલો હર્ષદભાઈ ભોઇ અને પ્રતિક ઉર્ફે શંભુ રમેશભાઈ ભોઇ ની અટક કરી હતી. શ્રવણ આ ચારેય પાસે નાણા માંગતો હોવાથી તેની હત્યા કરી હોવાનું કબુલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...