ધરપકડ:ઝાલાપુર પાસે કતલખાને લઈ જવાતા ચાર પશુને બચાવાયા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેટલાદના 2-સોજિત્રાના 1ની ધરપકડ કરી

ખંભાત ગ્રામ્ય પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે જીણજ ચોકડીથી ખંભાત તરફ એક વડોદરા પાસીંગની પીકઅપ વાન ગેરકાયદે પશુ સાથે પસાર થવાની હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેને પગલે પોલીસે ઝાલાપુર બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન, વર્ણનવાળી પીકઅપ વાન આવી પહોંચતા જ પોલીસે તેને અટકાવી હતી. જેમાં ત્રણ શખસ બેઠા હતા.

જેના નામ-ઠામ પૂછતાં મહંમદજાવેદ જલાલુદિન કાજી (રહે. કાજીવાડો, પેટલાદ), હરજી પ્રભાત રબારી (રહે. રબારીવાસ, સોજિત્રા) અને આદિલ મીરસાબ મલેક (રહે. પંડોળી, પેટલાદ) હોવાનું ખૂલ્યું હતું. દરમિયાન, પોલીસે તપાસ કરતાં પીકઅપ વાનના પાછળના ભાગેથી ચાર પશુ ક્રુરતાપૂર્વક બાંધેલી હાલતમાં તેમજ કોઈ પણ પ્રકારના ઘાસચારાની વ્યવસ્થા કર્યા વિના મળી આવ્યા હતા. વધુમાં તેની હેરાફેરીની કોઈ પરમીટ તેમની પાસે નહોતી. આ મામલે પોલીસે ત્રણેયની રૂપિયા 3.74 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...