તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ડેમોલ પાસેથી કતલખાને લઈ જવાતા ચાર પશુને બચાવાયા

આણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે અમદાવાદના 3 શખ્સોને ઝડપી કાર્યવાહી હાથ ધરી

પેટલાદ તાલુકાના ડેમોલ ગામે લીમડી ચોક વિસ્તારમાં વિનોદભાઈ યોગેશભાઈ ઠાકર રહે છે અને દવાનું માર્કેટિંગ કરી જીવન ગુજરાન ચલાવે છે. શનિવારે બપોરે તેમને માહિતી મળી હતી કે, ડેમોલ ગામની સીમમાં મોટી નહેરના ગરનાળા પાસેથી એક પીક અપ ડાલુ પસાર થવાનું છે અને તેમાં કેટલાંક શખ્સ ચારેક જેટલાં પશુને કતલખાને લઈ જવાના છે. જેને પગલે તેમણે આ અંગેની માહિતી ગ્રામજનોને અને મહેળાવ પોલીસને જણાવી હતી. દરમિયાન, વર્ણનવાળી પીકપ ડાલુ નહેરના ગરનાળા નજીક રોડ પર આવતાં જ પોલીસની મદદથી તેમણે અટકાવી કારમાં સવાર ત્રણ શખ્સના નામ-ઠામ પૂછ્યા હતા.

જેમાં ત્રણેય જણાં અમદાવાદના દાણીલીમડાં ખાતે રહેતા લતીફ અબ્બાસ શેખ, રફિક લતીફ શેખ અને સલમાન લતીફ શેખ હોવાનું ખૂલ્યું હતું. પોલીસે વાહનમાં તપાસ કરતાં ચાર પશુ મળી આવ્યા હતા. તેમને કતલ કરવાના ઈરાદે ઘાસચારો કે પાણીની વ્યવસ્થા કર્યા સિવાય ક્રૂરતાપૂર્વક બાંધેલી અવસ્થામાં મળી આવ્યા હતા. પોલીસે ત્રણેયની ધરપકડ કરી પશુ અને વાહન મળી કુલ રૂપિયા 3.80 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...