તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ચરોતર એજ્યુ.માં કબજો જમાવવા પૂર્વ હોદ્દેદારો ટોળાં સાથે ઘુસી ગયા

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણ સંસ્થામાં સત્તાનો ખેલ : 20 વર્ષ અગાઉનો વિવાદ છંછેડાયો
  • શહેર પોલીસ કાફલો સ્થળ પર : સમજાવટ બાદ મામલો થાળે પડ્યો

આણંદ શહેરમાં આવેલા અને શિક્ષણક્ષેત્રે જાણીતા એવા ચરોતર એજ્યુકેશન ટ્રસ્ટમાં ચેરમેન સહિતની બોડી પર કબ્જો જમાવવાના આશયથી બે પૂર્વ હોદૃેદારો સહિત વીસથી પચ્ચીસ જણના ટોળાં શુક્રવારે સવારે કેમ્પસમાં ધસી આવતા હોબાળો મચી ગયો હતો. જોકે, આ બાબતની જાણ તુરંત જ આણંદ શહેર પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર ધસી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો. જોકે, સમગ્ર બનાવ અંગે વર્તમાન હોદ્દેદારોએ આણંદ શહેર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી છે.

આ અંગે વાત કરતા હાલમાં ટ્રસ્ટમાં સભાસદ એવા નિપુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 1997થી વર્ષ 2000ના સમય દરમિયાન ઈલેક્શન થયું હતું. જોકે, એ સમયે હરીશ પટેલ અને જયેશ પટેલના જૂથના સભ્ય જીતી ગયા હતા. પરંતુ તેમના રાજીનામા પર ખોટી સહીઓ કરી મારામારી કરી તેમને પદ પરથી હટાવી દેવાયા હતા. જેથી હરીશ પટેલનું જૂથ જે તે સમયે કોર્ટમાં ગયા હતા. દરમિયાન હાલમાં આ ચૂકાદો આવ્યો છે ત્યારે અમે શુક્રવારે સવારે કબ્જો લેવા માટે ગયા હતા.

બીજી તરફ હાલમાં ટ્રસ્ટના ચેરમેન તરીકે નિરવભાઈ પટેલ છે અને સેક્રેટરી તરીકે કેતનભાઈ પટેલ છે. કેતનભાઈ પટેલે જણાવ્યું હતું કે, સવારે તેઓ પાંચથી છ બાઉન્સરો અને વીસથી પચ્ચીસના ટોળાં સાથે કબ્જો લેવા ધસી આવ્યા હતા. પરંતુ તેમની પાસે કોઈ જ પ્રકારના પ્રુફ નહોતા. જેથી અમે પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો.

ગેરકાયદે કબજો જમાવ્યો છે, પણ અમારી પાસે ચૂકાદો છે
વર્તમાન શાસક પક્ષ ખોટી જિદ્દ કરી રહ્યા છે. વર્ષ 1997-2000 દરમિયાન અમે લોકો કોર્ટમાં ગયા હતા અને એ સમયથી કેસ ચાલી રહ્યો છે. હાલમાં આ અંગેનો ચૂકાદો આવ્યો છે અને તેના તમામ પુરાવા અમારી પાસે છે. તેઓ સત્તા છોડવા માંગતા નથી. જો તેઓ જિદ કરશે તો અમે આગામી સમયમાં પોલીસ ફરિયાદ સહિતની કાયદેસરની કાર્યવાહી કરીશું. > નિપુલભાઈ પટેલ, સભાસદ

હાલમાં વીસ વર્ષ જૂનો મુદ્દો ઉખેડવાનો કોઈ મતલબ નથી
વર્ષ 1997-2000ના સમય દરમિયાન જે ચૂંટણી થઈ હતી તે અંગે તેમને અસંતોષ હતો. જોકે, એ પછી તો ચાર-ચાર ઈલેક્શન પૂરા થયા છે. વીસ વર્ષ જૂનો મુદ્દો છે, તેને ઉખાડવાનો અત્યારે કોઈ મતલબ નથી. હાલમાં તેઓ એમ કહી રહ્યા છે કે સત્તા અમને સોંપી દો. તો પછી જે તે સમયે જ તેઓ કેમ કોર્ટમાં નથી ગયા. હાલમાં તેમની પાસે કોઈ ચૂકાદો પણ નથી. આજે પણ તેઓ બાઉન્સરો સાથે કેમ્પસમાં ધસી આવ્યા હતા અને સત્તા સોંપી દો તેમ કહેતા હતા. જોકે, કોઈ તોડફોડ નથી કરી. જેને પગલે અમે પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી છે. > કેતન પટેલ, સેક્રેટરી, ચરોતર એજ્યુકેશન.

ટ્રસ્ટમાં બે બોડી વચ્ચેના મતભેદથી પરિસ્થિત સર્જાઈ
એજ્યુકેશન ટ્રસ્ટમાં બે બોડી વચ્ચે મતભેદ ચાલી રહ્યા છે. જેમાં પૂર્વ હોદ્દોદારો કેમ્પસમાં આવ્યા હતા અને તેમણે ચેરીટી કમિશ્નરમાં નામ આવી ગયા છે અને કોર્ટનો હુક્મ છે અને ચેરમેન અને વાઈસ ચેરમેનની સત્તા અમને સોંપી દો તેવી રજૂઆત કરી હતી. જોકે, કોર્ટનો હુક્મ હોય તો કાયદેસર જવા માટે તેમને સમજાવતાં આખરે મામલો થાળે પાડ્યો હતો. હાલમાં વર્તમાન હોદૃદારો તરફથી લેખિતમાં અરજી મળી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઘટના પર હાલમાં તપાસ ચાલુ છે. > યશવંતસિંહ ચૌહાણ, પોલીસ ઈન્સ્પેક્ટર, આણંદ શહેર પોલીસ સ્ટેશન.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો