પેટલાદના પાડગોલમાં ચૂંટણીની અદાવતમાં સોમવારે રાત્રે માજી અને વર્તમાન સરપંચ વચ્ચે મારામારી થતાં સમગ્ર મામલો મહેળાવ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે બંને પક્ષે કુલ 11 જણાં વિરૂદ્ધ મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.પાડગોલના આઝાદ પોળમાં મહોમ્મદએઝાદ ઈલ્યિાસ વ્હોરા રહે છે. તેમણે મહેળાવ પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત સરપંચની ચૂંટણીમાં તેઓ રમેશ બબુ ચૌહાણના ટેકેદાર હોય તેની રીસ રાખીને વિષ્ણુ ઉર્ફે કમલેશ વિઠ્ઠલ સોલંકી સહિત છ શખસોએ તેમના પર હુમલો કર્યો હતો. તેઓ સોમવારે સાંજે બાઈક લઈને પરત ઘરે આવી રહ્યા હતા.
એ સમયે તેમને રોકી ગમે તેમ અપશબ્દ બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. દરમિયાન, એ પછી તેઓ વિષ્ણુ ઉપરાંત અશોક ઉર્ફે લખા રમણ સોલંકી, કેતન કાંતિ સોલંકી, ઘનશ્યામ સોલંકી, કાંતિ ભઈજી સોલંકી અને દિનેશ રમણ સોલંકી મારક હથિયાર સાથે આવી માર માર્યો હતો. બીજી તરફ સામા પક્ષે વિષ્ણુ ઉર્ફે કમલેશ વિઠ્ઠલ સોલંકીએ એઝાઝ ઉપરાંત રમેશ બબુ ચૌહાણ, હિતેશ બબુ ચૌહાણ, જયંતિ દોસલા સોલંકી અને સુનિલ ભરત સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આ શખસો વર્તમાન સરપંચના ટેકેદાર હોય તેની રીસ રાખીને માર માર્યો હતો. મહેળાવ પોલીસે બંને પક્ષે ગુનો નોંધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.