દારૂની હેરાફેરી:બોરસદના કિંખલોડમાં મિનિટ્રકમાંથી રૂ.3.60 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, પોલીસે છ વ્યક્તિ સામે ગુનો નોંધ્યો

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોરસદના કિંખલોડ ગામે સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે રોકેલી મિનિટ્રકમાં તપાસ કરતાં તેમાંથી રૂ.3.60 લાખનો વિદેશી દારૂ પકડાયો હતો. આ અંગે પોલીસે છ વ્યક્તિ સામે ગુનો નોંધી 8.93 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી
આણંદ સ્થાનિક ગુના શોધક શાખાની ટીમને બાતમી મળી હતી કે, આંકલાવ ચરેડી વિસ્તારમાં રહેતો મનિષ ઇશ્વર તળપદા બહારથી વિદેશી દારૂ મંગાવ્યો છે. જે મિનિટ્રક નં.જીજે 7 યુયુ 8541 આવી રહ્યો છે. આ મિનિટ્રકમાં ગુપ્ત ખાનામાં વાસદ ચોકડી થઇ આંકલાવ તરફ જશે. આ બાતમી આધારે આણંદ સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે ભાદરણ ચોકડીએ વોચ ગોઠવી હતી. આ સમયે મિનિટ્રક આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે બોરસદ તરફ ભગાડી હતી. જેથી પીછો કર્યો હતો. જોકે, બોરસદની વાસદ ચોકડી ખાતે મિનિટ્રકને આંતરી હતી, પરંતુ ચાલકે વધુ ઝડપે ભગાડી હતી. આખરે કિંખલોડ ચોકડીએ મિનિટ્રકને રોકવામાં સફળતા મળી હતી.
મિનિટ્રકમાં તપાસ કરતાં ચોરખાનામાંથી દારૂ મળી આવ્યો
આ સમયે ભાદરણ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને મિનિટ્રકને કોર્ડન કરી તેમાં સવાર ચાલકની અટક કરી હતી. પૂછપરછમાં તે મનિષ ઇશ્વર તળપદા (ઉ.વ.22, આંકલાવ) હોવાનું જણાવ્યું હતું. અંગ ઝડતીમાં મોબાઇલ અને રોકડ મળી આવ્યાં હતાં. જ્યારે અન્ય શખસની પુછપરછ કરતાં તે રાજેશ ગૌત્તમ તળપદા (ઉ.વ.24, નાપાડ તળપદ) હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી મોબાઇલ કબજે લીધો હતો. મિનિટ્રકમાં તપાસ કરતાં પાછળની બોડીમાં ભાગ ખાલી હતો. જેથી કેબીનની પાછળના ભાગે આવેલી બોડીના આગળના ભાગે તાડપતરી મારી હતી. જે હટાવી જોતાં આશરે બે ફુટની પહોળાઈ વાળુ ઉભુ ખાનુ બનાવ્યું હતું. આ ખાનામાં જોતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો ઝાલોદ મઘાનીસરના સુનીલ વરસીંગ કટારા, રાહુલએ ભરી આપ્યો હતો. જ્યારે બોરસદ ટાઉન હોલ પાછળ રહેતો અનીલ જયંતી તળપદા, જંત્રાલના કમલેશ મનુ તળપદાએ મંગાવ્યું હોવાનું કબુલ્યું હતું. આ કેસમાં પોલીસે વિદેશી દારૂ 3.60 લાખ, મિનિટ્રક રૂ.5 લાખ મળી કુલ રૂ.8,93,540નો મુદ્દામાલ કબજે કરી મનિષ ઇશ્વર તળપદા, રાજેશ ગૌત્તમ તળપદા, સુનીલ વરસીંગ કટારા, રાહુલ, અનીલ જયંતિ તળપદા, કમલેશ મનુ તળપદા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...