વાસદ નજીકથી આઇસરમાં પાર્સલ પેકિંગ વાળા બોક્સમાં વિદેશી દારૂને મોટા પાયામાં સંતાડી વાસદ નજીકથી પસાર થનાર છે. તે બાતમી આધારે પોલીસ વોચમાં ગોઠવાઇ ગઈ હતી. બાતમીવાળો ટેમ્પો આવી ચડતા વાસદ પોલીસની ટીમને તેને ઊભી રખાવી હતી.
શંકાના આધારે પોલીસે ટેમ્પાની તલાસી લેતા પાર્સલ વાળા પેકિંગ ના બોક્સ પડેલા હતાં. જે હટાવીને જોતા મોટા પ્રમાણમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેની ગણતરી કરતા વિદેશી દારૂના રૂપિયા 11,808 થવા પામ્યા હતાં. જેની કિંમત રૂપિયા 11,80,800 મળી આવ્યો હતો.
જેથી પોલીસે આઇસર ચાલકનું નામ ઠામ પુછતા તેણે પોતાનું નામ વિજયશંકર રામમૂરત માતા પ્રસાદ પાંડે ઉંમર વર્ષ ૫૨ રહે, રાધા ક્રિષ્ના તાલુકો વસઈ જિલ્લો પાલગઢ મહારાષ્ટ્ર મૂળ રહે ઉત્તર પ્રદેશ હોવાનું જણાવ્યું હતું. પોલીસે વિદેશી દારૂનો જથ્થો, એક મોબાઈલ ફોન તથા આઇસર કિંમત રૂપિયા 10 લાખ મળી કુલે રૂપિયા21,85,800 નો મુદ્દા માલ જપ્ત કરી ગુનો દાખલ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.