તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂનો જથ્થો પકડાયો:ડભાસી નવા ટોલનાકા પાસેથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો, પીકઅપ વાન મુકી ચાલક ફરાર થતાં રૂપિયા પાંચ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન નંગ 142 મળી કુલ રૂ.22600 નો માલ જપ્ત કરાયો

બોરસદ ધર્મજ માર્ગ પર ડભાસી ગામ નજીક નવા બનતા ટોલ નાકા પાસે પોલીસને જોઈને પીકઅપ વાનનો ચાલક રૂ.22,600નો વિદેશી દારૂ અને બીયર ભરેલી પીકઅપ વાન મુકી ભાગી છુટતા આ બનાવ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે પીકઅપ વાન કબ્જે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી પીકઅપ વાનને ઝડપી

બોરસદ ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી કે બોરસદ-ધર્મજ માર્ગ ડભાસી ટોલનાકા પાસે થઈ એક પીકઅપ વાન દારૂ ભરીને વાસદથી તારાપુર તરફ જનાર છે. જે બાતમીના આધારે પોલીસે ડભાસી નજીક વોચ ગોઠવી હતી. અને બાતમી મુજબ વાહન આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા પીકઅપ વાનના ચાલકે પુરપાટ ઝડપે પીકઅપ વાન તારાપુર તરફ હંકારી મુકતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. પીકઅપ વાનના ચાલકે ડભાસી નજીક નવા ટોલનાકા પાસે પોતાની પીકઅપ વાન ઉભી રાખ્યા બાદ તે ખેતરાળુ રસ્તે અંધારામાં ફરાર થઈ ગયો હતો.

બે શખ્સ વિરુદ્ધ દારૂબંધી ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી

પોલીસ દ્વારા પીકઅપ વાનની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની જુદા જુદા માર્કાની બોટલો નંગ બાર અને બીયરના ટીન નંગ 142 મળી કુલ રૂ.22600 નો માલ મળી આવતા પોલીસે એક મોબાઈલ ફોન અને પીકઅપ વાન સહિત રૂપિયા 5,23,600 નો મુદ્દામાલ કબ્જે કરી આ બનાવ અંગે પીકઅપ વાન મુકી ફરાર થઈ ગયેલા મીરલ સબરીયા સોલંકી અને અન્ય એેક શખ્સ સહિત બે વિરુદ્ધ દારૂબંધી ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો