તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરના વિસ્ફોટ:કરમસદમાં સતત બીજા દિવસે અમદાવાદના 60 કેસ અને ખેડા સિવિલમાં 9 દર્દીને ખસેડાયાં

આણંદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદમાં કોરોનાનો બીજો તબક્કો ઘાતક : હોસ્પિટલો હાઉસ ફૂલ થતાં લોકોને ટ્રાન્સફર કરવાનો વારો આવ્યો
  • કરમસદ હોસ્પિટલમાં તબીબો અને સ્ટાફ સવારથી સ્ટેન્ડ બાય રખાયો
  • આણંદના માર્ગો 108ની સાઇરનથી ગુંજતા રહેતા નગરજનો ચિંતીત

દિવાળી તહેવાર પર બજારો કોવિડના નિયમો નેવે મુકીને કરેલી ખરીદી અમદાવાદ વાસીઓને ભારે પડી છે.કોરોના બેકાબુ બનતા દિવસ દરમિયાન દૈનિક 200થી વધુ કેસ મળતાં ત્રણ દિવસમાં અમદાવાદ શહેરમાં કોવિડ-19 માટે ફાળવેલી તમામ હોસ્પિટલો દર્દીઓ ઉભરાઇ ગઇ છે.હાલમાં દર્દીઓ કયાં રાખવા તે પ્રશ્ન થઇ પડયો છે.જેથી અમદાવાદમાં વધી ગયેલા કોરોના દર્દીઓ આણંદ-ખેડા જિલ્લામાં ખસેડવામાં આવ્યા છે. કરસમદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં શનિવાર સાંજ સુધી 60થી વધુ દર્દીઓ અમદાવાદથી લાવવામાં આવ્યા છે.જયારે ખેડા સિવિલમાં 9 દર્દીઓ લાવવામાંઆવતાં હોસ્પિટલ પરિસરમાં દોડધામ મચી ગઈ હતી.

અમદાવાદ શહેરમાં કોરોના બીજો તબક્કો ઘાતક બની રહ્યો છે. દૈનિક 200 કેસ કોરોના પોઝીટીવ મળી રહ્યાં હોવાથી અમદાવાદની તમામ હોસ્પિટલો ફુલ થઇ જતાં રાજયના આરોગ્ય વિભાગ દ્વારા આણંદની કરમસદ હોસ્પિટલ અને ખેડા સિવિલ હોસ્પિટલ અમદાવાદના દર્દીઓ માટે અનામત કરી દેવામાં આવી છે. જેના પગલે છેલ્લા 24 કલાક થી અમદાવાદથી મોટી સંખ્યામાં દર્દીઓ લાવવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં 60 જેટલા દર્દીઓ કરમસદ ખાતે લાવવામાં આવ્યા છે. જેના પગલે હોસ્પિટલ કંપાઉન્ડ દિવસ દરમિયાન 108ની સાયરનથી ગુંજતુંરહ્યું હતું. શહેરના માર્ગો પરથી એક સાથે 5 થી 10 108 પસાર થતી હોવાથી શહેરી જનો સહિત ચિંતા વ્યાપી ગઇ હતી.

જયારે કરસમદ હોસ્પિટલનો સ્ટાફ સવારથી ખેડામાં આવેલી સિવિલ હોસ્પિટલને અમદાવાદ અને આણંદના દર્દી માટે તાત્કાલિક અનામત કરવામાં આવી છે. જેના પ્રથમ દિવસે જ અમદાવાદના નવ કોરોના દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યાં છે. એક પછી એક એમ્બ્યુલન્સ હોસ્પિટલ પરિસરમાં દાખલ થતાં સ્ટાફ પણ દોડતો થઇ ગયો છે.

કરમસદમાં 40 દર્દીઓ અમદાવાદથી લાવ્યા છે: આણંદના જિલ્લા આરોગ્ય અધિકારી એમ.ટી.છારીએ જણાવ્યુ હતુ કે, અમદાવાદ કોરોના સંક્રમણ વધી જતાં દર્દીઓને આણંદ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યાં છે. જેને લઇ આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.જેમાં કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં મોડીસાંજ સુધી 40 થી વધુ દર્દીઓ લાવવામાં આવ્યા છે.તેઓને સારવાર માટે તબીબો અને સ્ટાફ હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.

ખેડામાં ઓક્સિજનની પુરતી સુવિધા છે: ખેડા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 50 દર્દીની સારવાર થઇ શકે તે માટે સુવિધા ઉભી કરવામાં આવી છે. આ દર્દી માટે દવા અને ઓક્સિજનનો પુરતો સ્ટોફ હોવાનો હોસ્પિટલ તરફથી દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તમામ 50 દર્દીને ઓક્સિજન પર લઇ શકાય તે માટે સેન્ટ્રલી પાઇપ લાઇન ગોઠવવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો