• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • For The First Time Since Independence, The Central Government Has Issued Kisan Credit Cards To Pastoralists And People Involved In Animal Husbandry.

પેટલાદથી પરસોત્તમ રૂપાલાએ કહ્યું:આઝાદી પછી પહેલીવાર પશુપાલકો અને મત્‍સ્‍યપાલન સાથે સંકળાયેલા લોકોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવાનું કામ કેન્‍દ્ર સરકારે કર્યું

આણંદ10 દિવસ પહેલા
  • 115 ખેડૂતો-પશુપાલકો અને મત્‍સ્‍યપાલકને રૂા.1.93 કરોડના કિસાન ક્રેડીટ કાર્ડ એનાયત કરાયા

આણંદ જિલ્‍લાના પેટલાદ તાલુકાના વડદલા ખાતે ત્રિ-દિવસીય આત્‍મનિર્ભર ગ્રામ યાત્રાનું સમાપન કેન્‍દ્રિય પશુપાલન અને ડેરી ઉદ્યોગ રાજય મંત્રી પરસોત્તમ રૂપાલાએ આત્‍મનિર્ભર ગ્રામ યાત્રા થકી રાજય-કેન્‍દ્ર સરકારના વિવિધ વિભાગોની અનેકવિધ જનકલ્‍યાણકારી યોજનાઓની માહિતી જનજનને ઘર આંગણેજ મેળવી પોતે સ્‍વરોજગારી મેળવી આત્‍મનિર્ભર બનવાની સાથે વોકલ ફોર લોકલના મોદીના મંત્રને સાર્થક કરવાનો અનુરોધ કર્યો હતો.

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત તા.18મી નવેમ્‍બરથી શરૂ થયેલી રાજયવ્‍યાપી આત્‍મનિર્ભર ગ્રામ યાત્રાના અંતિમ ચરણના ભાગરૂપે આણંદ જિલ્‍લાના પેટલાદ તાલુકાના વડદલા ગામે યોજાયેલ સમાપન પ્રસંગે બોલતાં કેન્‍દ્રિય રાજ્ય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કેન્‍દ્ર-રાજય સરકાર દ્વારા લેવામાં આવતાં નિર્ણયો માત્ર કાગળ પર ન રહેતાં સાચા અર્થમાં છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું હોવાનું કહ્યું હતું.

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવાની અપીલ

આ તબક્કે કેન્‍દ્રિય રાજ્ય મંત્રી પરસોત્તમ રૂપાલાએ રાજયનો ડાંગ જિલ્‍લો સમગ્ર દેશમાં જ નહીં પણ રાજયમાં સૌ પ્રથમ પ્રાકૃતિક ખેતી કરતો જિલ્‍લો બન્‍યો હોવાની જાણકારી આપી ખેડૂતોને ખેતીમાં વધુ પડતા રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓના ઉપયોગથી ધરતી ઝેરી બની રહી છે તેને તિલાંજલી આપી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવાની અપીલ કરી હતી.

ખેડૂતોની સાથે પશુપાલકો અને માછીમારોને પણ કિસાન ક્રેડીટ કાર્ડ

આ ઉપરાંત આઝાદી પછી પહેલીવાર ખેડૂતોની સાથે પશુપાલકો અને મત્‍સ્‍યપાલન વ્‍યવસાય સાથે સંકળાયેલ માછીમારોને પણ કિસાન ક્રેડીટ કાર્ડ આપવાનું કામ નરેન્‍દ્રભાઇ મોદીની કેન્‍દ્ર સરકારે કર્યું છે ત્‍યારે ગુજરાત સરકારને પશુપાલન અને મ્‍ત્‍સ્‍યપાલન સાથે જોડાયેલ વ્‍યકિતઓને કિસાન ક્રેડિટ કાર્ડ આપવાનો સજાગ પ્રયાસ કરવા બદલ ધન્‍યવાદ પાઠવ્‍યા હતા.

આ ઉપરાંત પ્રધાનમંત્રી કિસાન સમ્‍માન નિધિ સાથે જોડાયેલા હોય તેવા તમામ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ સાથે જોડી દેવાનું સૂચન કરી ગ્રામ્‍ય વિસ્‍તારોના ઉત્‍થાન માટે આત્‍મનિર્ભર ગ્રામ યાત્રાના માધ્‍યમ થકી કેન્‍દ્ર-રાજય સરકારના વિવિધ લાભો લાભાર્થીઓ સુધી હાથોહાથ પહોંચાડવામાં આવી રહ્યા હોવાનું ઉમેર્યું હતું.

આ પ્રસંગે કેન્‍દ્રિય પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલા તથા ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે કોરોના વોરિયર્સનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. જ્યારે બાગાયત ખાતાની યોજના હેઠળ સરકારનો છાંયડો યોજના અંતર્ગત છત્રી, મિશન મંગલમ યોજના હેઠળ સખી મંડળને સહાયના ચેકો, પાલક-માતા પિતા યોજનાના લાભાર્થીને મંજૂરીના હુકમ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રતિકાત્‍મક રૂપે ચાવી, પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજનાના કાર્ડના લાભાર્થીઓને લાભોથી લાભાન્‍વિત કરવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત પશુપાલન વિભાગ દ્વારા સ્‍ટેજ ઉપરથી પ્રતિકાત્‍મકરૂપે 10 લાભાર્થીઓ મળી કુલ 115 ખેડૂતો, પશુપાલકો અને મત્‍સ્‍યપાલકને રૂા.1.93 કરોડના કિસાન ક્રેડિટ કાર્ડ એનાયત કરવામાં આવ્‍યા હતા.

આ પ્રસંગે જિલ્‍લા પંચાયતના પ્રમુખ હંસાબેન પરમાર, જિલ્‍લા ભાજપ પ્રમુખ વિપુલભાઇ પટેલ, પૂર્વ મંત્રી સી. ડી. પટેલ, રાજ્ય સરકારના સહકાર સચિવ નલિન ઉપાધ્‍યાય, પશુપાલન નિયામક ફાલ્‍ગુનીબેન, તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઇ પટેલ, જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક જે. વી. દેસાઇ, પ્રાંત અધિકારી મનિષાબેન બ્રહ્મભટ્ટ, સરપંચ નીલમબેન ઠાકોર, ભાજપ અગ્રણી રાજેશભાઇ પટેલ, જિલ્લા મહામંત્રી રમણભાઇ સોલંકી, નીરવ અમીન અને મયુરભાઇ સુથાર, દિપકભાઇ, જિલ્‍લા-તાલુકા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેન, સભ્યો, આજુબાજુના ગામોના સરપંચ, જિલ્‍લા-તાલુકાના અમલીકરણ અધિકારી, પેટલાદ તાલુકાના સંગઠનના પદાધિકારીઓ, લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...