કાળઝાળ ઠંડીનો અહેસાસ:ચરોતરમાં સિઝનમાં પ્રથમવાર લઘુત્તમ તાપમાન 12.08 ડિગ્રી

આણંદ,નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તર પૂર્વીય પવનોએ ચરોતરવાસીઓને ધ્રુજાવ્યા : હજુ 3 દિવસ ઠંડી

ચરોતર પંથકમાં ઉત્તર પૂર્વીય ઇશાની સુકા પવનોનું જોર વધતાંર ઠંડીનો પારો સડસડાટ ગગડીને 12.08 ડિગ્રી સુધી ઉતરી જતા ચરોતરવાસીઓએ સિઝનની પહેલી કાળઝાળ ઠંડીનો અહેસાસ કર્યો હતો. આગામી એક સપ્તાહ સુધી લઘુત્તમ તપામાન 12 થી 13 ડિગ્રી આસપાસ રહેશે. ડિસેમ્બરના અંતિમ કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં એક કે બિ દિવસ માટે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નીચે જવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ચરોતરમાં શિયાળા દરમિયાન જાન્યુઆરીમાં સરેરાશ તાપમાન 12 ડિગ્રી આસપાસ રહે છે.

આણંદ કૃષિ હવામાન વિભાગના અધિકારી ડો. મનોજ લુણાગરીયાએ જણાવ્યું હતું કે, હાલમાં સુકા પવનનો જોર વધ્યું છે. આગામી ત્રણ - ચાર દિવસ 5 થી 7 કિમી ઝડપે પવન ફુંકાતા લઘુતમ તાપમાન 12 ડિગ્રી અને મહત્તમ તાપમાન 25 ડિગ્રી આસપાસ રહેશે. જેના કારણે રવીપાકને ફાયદો થશે. એક માસ સુધી તાપમાન 12 ડિગ્રી આસપાસ રહે તો ઘઉં, શાકભાજી સહિતના પાકનો ઉતારો વધશે. તેમજ સૌથી વધુ ફાયદો બટાકા અને બાગાયતી પાકોને થશે.

આણંદ કૃષિ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મહત્તમ તાપમાન 27, લઘુત્તમ તાપમાન 12.08 ડિગ્રી નોંધાયું હતું. સાથે પવનની ગતિ 3.9 પ્રતિ કલાક નોંધાઇ છે. તેમજ હવામાનમાં 73 ટકા જેટલું ભેજનું પ્રમાણ રહ્યું હતું. સુકા પવનનું જોર વધ્યું હોવાથી ઠંડી પડવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...