તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઈફેક્ટ:આણંદ તાલુકામાં પ્રથમવાર અખાત્રીજે સૌથી ઓછા લગ્ન

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 30 લગ્નોની પંચાયતોમાં ઓનલાઈન નોંધણી

આણંદ શહેર સહિત તાલુકામાં દરવર્ષે આખાત્રીજા દિવસે વિવિધ સમાજ દ્વારા સમૂહલગ્નોત્સવ અને 250થી વધુ લગ્નો યોજાતા હતા.જેના કારણે બેન્ડવાજા, ગોરમહારાજ, કેટર્સ વગેરેનું અગાઉ બુકીંક કરાવેલું હોય તો મળતાં હતા. પરંતુ કોરોના મહામારીના પગલે છેલ્લા બે વર્ષથી અખાત્રીજ ફીક પડી ગઇ છે. કોરોના મહામારીની બીજી લહેરમાં આશિંક પ્રતિબંધ લાદવામાં આવ્યા છે.જેમાં લગ્ન સમારોહમાં 50 થી વધુ માણસો ભેગા નહીં કરવા તેમજ ડીજે કે બેન્ડવાજ સાથે જાહેરમાં વરઘોડો કાઢવા પ્રતિબંધ ફરમાવ્યો છે.જેના પગલે ચાલુ વર્ષે આણંદ તાલુકામાં સૌથી ઓછા લગ્ન યોજાયા હતા. તેના કારણે તેની અસર માર્કેટ પર જોવા મળી હતી. આણંદ તાલુકામાં દરવર્ષે અખાત્રીજ પર 250 વધુ લગ્નો યોજાતા હતા. પરંતુ આ વખતે આંશિક લોકડાઉન પગલે તાલુકામાં માંડ 30 લગ્નો થયા છે. તે પણ જે તે ગ્રામ પંચાયતમાં દ્વારા ઓનલાઇન નોંધણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...