તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:આણંદમાં પ્રથમ વખત કોરોનાના દર્દીઓ માટે AC ડોમ વોર્ડ બનાવાશે

આણંદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગરીબ દર્દીઓની નિઃશુલ્ક સારવાર માટે 22 ડોમ વોર્ડ બનશ

ચરોતરના મધ્યવર્ગ અને ગરીબવર્ગના કોરોના દર્દીઓ સારવાર માટે રૂટસ ફાઉન્ટેશ વિવિધ સેવાકિય પ્રવૃતિ શરૂ કરી છે. કોરોના દર્દીઓ અને હોમઆસોલેશન દર્દી માટે મફત ટીફીન સેવા અને નિઃશુલ્ક સલાહ આપવામાં કામગીરી ચાલી રહી છે. હાલમાં સંજોગોમાં હોસ્પિટલમાં બેડ ખાલી નહીં હોવાથી કોરોના દર્દીઓને મહામુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

લોકોને બેડ માટે ફાફા મારવા પડે છે.તેને ધ્યાને લઇને રૂટસ ફાઉન્ડેશનના પ્રણેતા તનુજ પટેલ દ્વારા ટી સ્કવેર હોસ્પિટલની બાજુમાં ગરીબ અને મધ્યમ વર્ગના કોરોના પોઝીટીવ દર્દીઓને વિના મુલ્યે સારવાર આપી શકાય તે માટે ગુજરાતનું પ્રથમ એસી ડોમ-વોર્ડ બનાવવામાં આવ્યું છે. જેમાં 22 બેડની સુવિધા કરવામાં આવી છે.

સેવાકિય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા તનુજ પટેલ દ્વારા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત ટી સ્ક્વેર હોસ્પિટલની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં વિશાળ એસી ડોમ ઉભો કરવામાં આવ્યો છે. અને તેમાં 22 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં10 લીટર ઓકસીજનની જરુરીયાતવાળા દર્દીઓને સારવાર આપવામાં આવશે. અને આ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે નિઃશુલ્ક રહેશે. ડોમમાં દાખલ કરાયેલા દર્દીઓ પાસેથી સારવારનો કોઈ ચાર્જ લેવામાં આવશે નહી પરંતુ માત્ર દવાઓનો ચાર્જ દર્દીએ ચુકવવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો