પાલિકા હરકતમાં:આણંદ પાલિકાએ પહેલીવાર એક જ દિવસમાં 20 ગાયો પાંજરે પૂરી

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાઇકોર્ટે સરકારની પુનઃ ઝાટકણી કાઢતાં પાલિકા હરકતમાં

આણંદ શહેરમાં ઢોર મામલે દિન પ્રતિદિન ત્રાસ વધી રહ્યો છે.ત્યારે આણંદ નગરપાલિકાની ટીમોને રખડતી ગાયો પકડવા બાબતે વારંવાર ઝગડાના બનાવો બનતાં હોયદૂધ નગરી આણંદના માર્ગોને રખડતાં ઢોર મુકત બનાવવાનો નિર્ણય કર્યો હોવાથી મંગળવારે 8 જેટલી ટીમોએ સપાટો બોલાવીને 20 જેટલા રખડતાં પશુઓ પકડીને પાંજરે પુરી દેવાયા છે.જોકે આણંદ નગરપાલિકાએ તાજેતરમાં કર્મચારીઓને પશુપાલકોએ મારમારવાની ઘટનાબાદ દિનપ્રતિદિન રખડતી ગાયો પકડવામાં આવતાં અત્યારસુધીમાં 48 ગાયો પકડીને પાંજરે પુરી દેવતાં પશુપાલકોમાં રોષ ફેલાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હાઇકોર્ટના આદેશ બાદ મંગળવારે પુન: રાજય સરકારની રખડતી ગાયોના બાબતે ઝાટકણી કાઢવામાં આવતાં આણંદ નગરપાલિકા એકશન મોડમાં આવી ગયું છે.ત્યારે મંગળવારે શહેરના ટ્રાફિક ધમધમતા માર્ગો પર રખડતી ગાયોનો ત્રાસ દૂર કરવા નવા બસ સ્ટેશન, લોટીયા ભાગોળ રોડ, મહેન્દ્ર શાહ ચાર રસ્તા, 100 ફૂટનો રોડ સહિત અન્ય વિસ્તારોમાં ટીમોએ રીતસરનો સપાટો બોલાવી દીધો હતો. માર્ગો પર રખડતી ગાયો દેખાતાની સાથે પકડી લેવામાં આવતાં 20 જેટલી ગાયો પકડીને ગણેશ ચોકડી ઢોર ડબ્બામાં પુરી દેવામાં આવી છે.

આ અંગે આણંદ નગરપાલિકા ઢોર ડબ્બા સમિતિના ચેરમેન મહેન્દ્ર સોલંકી(પોપટ)એ જણાવ્યું હતું કે આણંદ શહેરના માર્ગો પર રખડતી ગાયો છોડી દેનાર ગમેતેવા ચમરબંધી પશુપાલકની ગાયો પકડીને પાંજરે પુરી દેવામાં આવશે. પાલિકાના નિયમ મુજબ દંડ ભરીને ગાયને છોડવાશે તેને ગાય સોંપણી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...