જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં પંડોળી, નાપાતળપદ, ઉમેટા, આસોદર, ખંભાત, ડાલી, ખંભાત ઓડ અને કુંજરાવમાંથી ચાઇનીઝ દોરીના ફિરકા સાથે 9 શખસોને પકડી લીધા હતા. કુંજરાવના મોરીના કુવા પાસે રહેતા મંગળભાઈ ઠાકોરને રૂ. 500ની કિંમતના પાંચ ફીરકા સાથે, ઓડ ગામે સુરીવાળી ભાગોળ વિસ્તારમાં રહેતા ઈર્શાદભાઇ મહમંદભાઈ ફલીફાને 12 નંગ ફીરકા સાથે પંડોળી ગામેથી ચિરાગકુમાર ચીમનભાઈ રામીને 2 ફીરકા, નાપા તળપદ ગામે એકતા નગર વિસ્તારમાં રહેતા શાહરુખખાન કાલુખાન પઠાણ, ઉમેટા પાસેથી દર્શનભાઈ જાદવ અને મેહુલભાઈ મનુભાઈ ગોહિલને કુલ રૂ 2 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.
તદુપરાંત આસોદર ચોકડી પાસેથી બાબુ ઉર્ફે લાલો ચૌહાણને 30 નંગ ફીરકા સાથે, ખંભાત કોલેજ રોડ ગેસ ગોડાઉન નજીકથી યોગેશ મકવાણાને 11 નંગ ફીરકા સાથે ડાલી પાસેથી હસમુખ વજેસિંહની દુકાનમાંથી ચાઇનીઝ દોરીના પાંચ ફીરકા મળી આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.