બૃહદ ખેડા જિલ્લા અેટલે કે ચરોતરમાં 1990માં ભાજપે પ્રવેશ કર્યો હતો. ત્યાર થી લઇને અત્યાર સુધીમાં અનેક પ્રયાસો કરવા છતાં કોંગ્રેસને મીટાવવામાં ભાજપ કયારે સફળ થઇ નથી. 1990 થી 2000 દાયકમાં ભાજપે ચરોતરમાં પ્રવેશકરવા માટે જાણીતા સંતો આસરો લીધો હતો. જે તે વખતે બાબરી મસ્જીદને મુદા બનાવીને સંતોને મેદાનમાં ઉતાર્યા હતા.
1990 માં પ્રથમ વખત લોકસભામાં કે.ડી.જેસ્વાણી વિજય થયો હતો. ત્યારબાદ ભાજપની પીછે હટ થઇ હતી. કોંગ્રેસ પુનઃ વર્ચસ્વ જામાવ્યું હતું. તે વખત આણંદ લોકસભા બેઠક કરમસદના ભાજપના ઉમેદવાર જીત્યા હતા. ત્યારબાદ કોંગ્રેસના ઇશ્વર ચાવડા બે વખત જીત્યા હતા. જયારે ચરોતરમાં 10 થી વધુ બેઠક મેળવવા અને કોંગ્રેસ સાફ કરવામાં 32 વર્ષ સમય લાગ્યો છે.
વિધાનસભાની ચૂંટણી વાત કરી તો બૃહદ ખેડા જિલ્લા વખતે 1995માં આણંદ બેઠક દિલીપભાઇ પટેલ અને ખંભાત બેઠક ભાજપે કબજે કરી હતી. તે વખતે બુહદ ખેડા જિલ્લામાં ભાજપને ત્રણ બેઠકો મળી હતી. જયારે 1997માં ભાજપને આણંદઅને ખંભાત બેઠક પર વિજય થયો હતો. તેમજ 1998ની લોકસભાની ચૂંટણી દિપક પટેલ(સાથી) વિજેતા બન્યા હતા.
પરંતુ ત્યારબાદ પુનઃ કોંગ્રેસ આણંદની લોકસભા બેઠક મેળવી લીધી હતી. 1990 થી 2002 સુધી ભાજપે આરએસએસ અને સંતરામ મંદિર અને સતકૈવલ મંદિરના સંતોને મેદાનમાં ઉતારીને ચરોતરમાં કબજો જવાના પ્રયાસ કર્યા હતા.પરંતુ જોઇએ તેવી સફળતા મળી ન હતી.જયારે 2002માં ગોધરાકાંડના વેવમાં વિધાનસભાની ચૂંટણીમાં ખેડા જિલ્લામાં 4 અને આણંદ જિલ્લામાં 5 બેઠકો મળી હતી.
ત્યારબાદ ત્રણ ટર્મ દરમિયાન અથાગ પ્રયત્નો કરવા છતાં ભાજપને આણંદ -ખેડા જિલ્લામાં કયારે 5 થીવધુ સીટ મળી નથી. આણંદ જિલ્લામાં કોંગ્રેસ 5 અને ભાજપ 2 બેઠકો સીલસીલો ત્રમ ટર્મ સુધી જોવા મળ્યો હતો. જયારે ખેડા જિલ્લામાં 2014 અને 2019માં લોકસભામાં પણ ભાજપનો વિજય થયો હતો.ત્યારથી ખેડા જિલ્લામાં ભાજપનો ગઢ મજબૂત બન્યો હતો.
ચરોતરમાં જનસંઘની મહેનત રંગ લાવી
ભાજપને ચરોતરમાં ઘુસાડવામાં જનસંધ વખત કાર્યકરો અને નેતાઓ ભારે જહેમત ઉઠાવી હતી. તેમ છતાં 30 વર્ષ કયારે આવી સફળતા મળી ન હતી. આ વખતે ભાજપ માટે કપરાં ચઢાણ લાગતાં હતા.ખાસ કરીને મોંધવારી,રોજગારી, કોરોના ની નિષ્ફળતા જેવા મુખ્યકારણો હોવાથી ભાજપ ધોવાઇ જશે. તેવું લાગતું હતું. પરંતુ છેલ્લી ઘડીએ ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમીત શાહ જેવા સ્ટાર પ્રચારકોને ઉતારીને મેદાન માર્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.