તંત્ર દ્વારા તપાસ:સોજિત્રા તાલુકાના કાસોર સીમમાં ફૂટપટ્ટી જેવો અવકાશી પદાર્થ ઘેટાં પર પડતાં મોત

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોકેટ કે સેટેલાઇટના સ્પેરપાર્ટ હોવાનું અનુમાન, માલિકને ઘેટાં સાથે શું થયું તે જ ખબર ન પડી

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં અને ત્યારબાદ ખેડાના ભૂમેલમાં છેલ્લાં કેટલાંય દિવસથી આકાશમાંથી ઉપગ્રહના કાટમાળ પડવાની અનેક ઘટનાઓ બની છે ત્યારે વધુ એક ઘટના સોજિત્રાના કાસોરમાં બની છે. જેમાં આકાશમાંથી ફૂટપટ્ટી જેવો મોટો સ્પેરપાર્ટ ઝાડ નીચે બેઠેલાં ઘેટા પર પડતાં તેમના મોત નીપજ્યાં છે. પ્રાથમિક અનુમાન એવું લગાવાઈ રહ્યું છે કે, છૂટ્ટો પડેલો સ્પેરપાર્ટ કાં તો રોકેટનો હોઈ શકે છે અથવા તો સેટેલાઈટનો હોઈ શકે છે. હાલમાં સમગ્ર બનાવની તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

સોજિત્રા તાલુકાના કાસોર ગામની ભેમલી તલાવડી પાસે નાથીબેન રબારી શનિવારે બપોરે 3.30 કલાકની આસપાસ ઘેટાં-બકરા ચરાવતા હતા. તે સમયે આકાશમાં અચાનક જ વીજળીના ચમકારા સાથે ધડાકો થયો હતો. થોડી વારમાં વૃક્ષ નીચે બેઠેલાં ઘેટાં પર કોઇ વજનદાર ગરમ વસ્તુ પડી હતી. તેના કારણે ઘેટાંનું મોત થયું હતું. પરંતુ નાથીબેન તે વાતને ગંભીરતા લીધી ન હતી. પરંતુ બીજા દિવસે વાતોવાતોમાં ચરોતરમાં ગોળા પડયાની જાણ થતાં તેઓએ ઘરના સભ્યોને વાત કરી હતી. તેથી તેઓ ગ્રામજનોને જણ કરી હતી.

જેથી ગ્રામજનો તપાસ કરતાં વૃક્ષ નીચેથી એક લાંબો મિશ્રધાતુનો ટુકડો મળી આવ્યો હતો. અંદાજે દોઢ ફૂટ પહોળાઇ અને 40 સેમી લાંબો તથા 3.50 કિલોગ્રામ વજન ધરાવતો એક ટુકડો ત્યાં પડેલો હતો. જે વૃક્ષ નીચે બેઠેલા ઘેટાં પર પડતાં તેનું મોત નિપજયું હોવાનું માલિક નાથીબેન રબારીએ જણાવ્યું હતું. પરંતુગણતરીની સેકન્ડમાં બનેલી ઘટના બાબતે ખરેખર શું થયું તે તેમને ખબર જ પડી નહતી.

અન્ય સમાચારો પણ છે...