ઉત્તરાયણ પર્વના હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે ઉત્તરાયણ પર્વે બજારમાં ઠેર ઠેર વેચાણ થતી વસ્તુઓમાં ભેળસેળ થતું અટકાવાના ભાગરૂપે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ઝુંબેશ હાથધરી છે. બજારમાં ભેળસેળ યુક્ત ખાદ્યપ્રદાર્થનું વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠી હોવાથી ટીમોએ બે દિવસમાં આણંદ સહિત પેટલાદમાં ચેકીંગની કાર્યવાહી હાથધરી 5 નમુના લઇને લેબોરેટરીમાં મોકલી આપ્યાં છે. જેનો રીપોર્ટ આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી મુજબ ઉત્તરાણય પર્વે ભેળસેળ યુક્ત ખાદ્યપ્રદાર્થનું વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. જેના કારણે નગરજનોએ ફૂડ પોઇઝનિંગ અને બિમારીઓની ખપ્પર ધકેલાતા હોય છે. આખરે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ઝુંબેશ હેઠળ એકમોમાં ટીમો બનાવીને ચેકીંગ કાર્યવાહી હાથ ધર હતી. જે મુજબ પેટલાદમાં 7 જેટલા એકમોમાં ચેકીંગ કરી તેલ, તલના લાડું, તૈયાર બેસનના નમુના લીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.